News of Monday, 26th October 2026
ભુજમાં આગામી ૧ નવેમ્બરથી ૫ નવેમ્બર સુધી ‘સાંસદ સ્વદેશી મેળો’ યોજાશે
સાંસદ વિનોદભાઈ ચાવડાની પહેલથી ખાદી, હેન્ડીક્રાફ્ટ અને સ્વદેશી ઉત્પાદનોના પ્રદર્શન-વેચાણ માટે કારીગરો અને નાના વેપારીઓને મળશે મંચ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજમાં ‘સાંસદ સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 1થી 5 નવેમ્બર, 2026 દરમિયાન કતીરા પ્લોટ સ્થિત લોહાણા મહાજનવાડી ખાતે સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી યોજાનારા આ મેળામાં સ્વદેશી ઉત્પાદનો, ખાદી અને હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ થશે. આ મેળા દ્વારા સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને પોતાની બનાવટના ઉત્પાદનોના વેચાણ માટે ઉત્તમ તક મળશે. દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોને પણ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાનો અવસર મળશે. મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉત્પાદકો અને વેપારીઓએ તા. 27 ઓક્ટોબર, 2026 સુધીમાં આપેલા QR કોડના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નાગરિકોને સ્વદેશી વસ્તુઓ અપનાવી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
