News of Saturday, 14th November 2026
ચોટીલામાં સંત જલારામબાપાની જન્મજયંતિ ઉજવાશેઃ ૧૦૧ દીવડાની મહાઆરતી, મહાપ્રસાદ, લોકડાયરો
અબોલ પશુઓના લાભાર્થે આયોજીત લોકડાયરામાં કલાકારો હકાભા ગઢવી, નયનાબેન પટેલ, ભરતભાઇ ચોૈહાણ, ભરતમારાજ, રાહુલભા ગઢવી સહિતના જમાવટ કરશે

ચોટીલાઃ સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ચોટીલા ખાતે ભવ્ય ધાર્મિક અને સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ બાપાના જન્મજયંતિ મહોત્સવની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવના સંગમ સાથે કરવામાં આવશે.
આ મહોત્સવ અંતર્ગત તા. ૧૬ નવેમ્બર, સોમવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે ૧૦૧ દીવડાની ભવ્ય મહાઆરતી યોજાશે. ત્યારબાદ સાંજે ૭ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાત્રે ૧૦ કલાકથી ર્ંઅબોલ પશુઓર્નાં લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને કલાકારો હકાભા ગઢવી, નયનાબેન પટેલ, ભરતભાઈ ચૌહાણ, ભરત મારાજ, રાહુલભા ગઢવી સહિત સાજિંદા અલ્પેશ મહારાજ પોતાની કલાની રમઝટ બોલાવશે.
ધાર્મિકતા સાથે જીવદયાના ઉમદા હેતુને જોડતા આ જન્મજયંતિ મહોત્સવમાં ચોટીલા સહિત આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી નાગરિકો અને રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
કાર્યક્રમનું સ્થળ :તાલુકા પંચાયત ક્વાર્ટર ગ્રાઉન્ડ, જૂની મામલતદાર કચેરીની બાજુમાં, ચોટીલા.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
