તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 22nd October 2026
ગીર સોમનાથના ઉનાના પસવાડા ગામના સરપંચ પર ગાંગડા રોડ પર બે શખ્સો દ્વારા છરીથી હુમલો
ગંભીર ઈજાઓ પામેલા સરપંચ ભીમભાઈ જાદવને પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા

ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. ઉના તાલુકાના પસવાડા ગામના સરપંચ ભીમભાઈ વિસાભાઈ જાદવ પર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ઉનાથી પસવાડા ગામે જતા ગાંગડા રોડ પર બનવા પામ્યો હતો. અચાનક થયેલા આ હુમલાના કારણે સરપંચને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને રોષ ફેલાઈ ગયો છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સરપંચ ભીમભાઈ જાદવને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબિયત વધુ નાજુક જણાતા તબીબો દ્વારા તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે.
સરપંચ પર થયેલા આઘાતજનક હુમલાના પગલે સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું. પોલીસે હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત સરપંચ અને પરિવારના નિવેદનો નોંધવાની તેમજ એફ.આઈ.આર. (FIR) દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, પરંતુ પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે નાકાબંધી કરીને સઘન તપાસ શરૂ કરી છે
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
