<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રોનના કાટમાળ સાથે સેટેલાઇટ GPS મળતાં ખળભળાટ

સુરક્ષા એજન્સીઓ દ્વારા સૈયદ સુલેમાન પીર અને ખિદરત ટાપુ ઉપર સર્ચ ઓપરેશન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : પાકિસ્તાનને જોડતી કચ્છની અરબી સમુદ્રની દરિયાઈ સરહદ ચરસના બિનવારસુ પેકેટ બાદ ડ્રોનના મળતા કાટમાળ ને પગલે સંવેદનશીલ બની ગઈ છે. જોકે, આ ઉપરાંત સેટેલાઈટ GPS સિસ્ટમ પણ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે મોડી સાંજે બીએસએફ, સ્ટેટ આઈબી, એસઓજી અને મરીન પોલીસ દ્વારા જખૌથી આગળ દરિયામાં આવેલા સૈયદ સુલેમાન પીર ટાપુ અને ખિદરત ટાપુ ઉપર સર્ચ ઓપરેશન દરમ્યાન ડ્રોનનો વધુ એક કાટમાળ મળી આવ્યો હતો. જોકે, સૌથી ચોંકાવનારી વાત સેટેલાઇટ જીપીએસ સિસ્ટમ મળી આવી એ છે. આ બંને વસ્તુઓ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડી અને સઘન તપાસ હાથ ધરાઈ છે. જોકે, ઓપરેશન સિંદૂર દરમ્યાન કચ્છમાં અલગ અલગ જગ્યાએ ડ્રોનનો કાટમાળ મળી આવ્યો હતો. પણ સેટેલાઈટ જીપીએસ સિસ્ટમ મળવાની ઘટના પ્રથમ જ હોઈ આ અંગે ઉંડી તપાસ હાથ ધરાઈ છે.

(1:22 PM IST)