તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 4th June 2026
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે એમઓયુ

રાજકોટ : વિશ્વના અનેક દેશોમાં ઉદ્યોગકારો અને વેપારીઓ માટે કાર્ય કરતી સંસ્થા AACCI ના તથાં SKCCI દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ એક સમારોહમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોની હાજરીમાં MOU સાઈન કરેલ, તે પ્રસંગે બોલતાં ડાયરેક્ટ જનરલ મિસ્ટર એમ. જે. પૂરી એ હર્ષ અને આનંદની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યથી અમો અત્યંત પ્રભાવિત થયા છીએ. AACCI સાથે SKCCI ના ગઠબંધનથી વિકાસની ઊજળી તકો પ્રાપ્ત થશે. આ તકે બોલતા AACCI ના એડવાઇઝરી બોર્ડના પલ્લવી બેન આચાર્યએ જણાવ્યું હતું કે, હું રાજકોટની દીકરી છું. આ કાર્યક્રમ આગળ વધારતા હું હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું. આ કાર્યમાં નિમિત બનતા મને વતન પ્રત્યે ઋણ ચૂકવવાની તક મળી છે. તેઓએ જણાવ્યું હતું કે અહીંના ઉદ્યોગકારોમાં જે સ્કીલ છે તેને વિશ્વ લેવલે લઈ જવાની અમોને જે તક મળી છે તે સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને આભારી છે. પ્રમુખ સ્થાનેથી બોલતા નલિન ઝવેરી એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારો માટે સોનાનો સૂરજ ઊગ્યો છે. અત્યારે જેમ વિશ્વમાં ચાઈના, જાપાન, જર્મન, અમેરિકા જેમ પ્રગતિ કરી રહ્યા છે તેમાં ભારત પણ કયાંય પાછી પાની ન કરે અને આમાં સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારો ભારતના વિકાસમાં નિમિત્ત બને અને અહીંની પ્રોડક્ટ વધુમાં વધુ નિકાસ થાય અને બારની કરન્સી આપણા દેશમાં આવે. જેથી આપણા દેશની ઈકોનોમી વધુમાં વધુ સ્ટ્રોંગ બને.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મહામંત્રી સંજય લઠિયાએ કરેલ તેમજ સંસ્થા વિશે માહિતી આપેલ. આભાર વિધિ આર.જે. અજયસિંહ ચુડાસમાએ કરેલ. કાર્યક્રમનું સંચાલન નામદેવ પંડ્યાએ કરેલ. ત્યારબાદ મહેમાનોના સ્વાગત કાર્યક્રમ સંદર્ભે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ગાયિકા વિધિ ઉપાધ્યાય તથાં વિજય રાણીંગાએ સંગીતનો કાર્યક્રમ આપેલ. તેઓને રફીક મીરએ કી બોર્ડ ઉપર, સૌરભ ગઢવીએ ઓકટોપેડ પર તેમજ તબલા પર અબ્દુલ મીરે સહયોગ આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નલિન ઝવેરીના નેતળત્વ હેઠળ મહામંત્રી સંજય લાઠીયા, રાજેશ રાણપરિયા, જિતેન ઘેટિયા, આશિષ પટેલ, નલિન આસોડિયા, મહેશ સોનપાલ, જે. એન. પરમાર, ધવલ મેહતા, બી. કે. શાહ, પ્રકાશ ઠક્કર, રિતેશ પાલા, સુરેશ પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવેલ. મહેમાનોને સ્મળતિ ચિન્હ તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
