News of Saturday, 21st November 2026
સોૈરાષ્ટ્ર-કચ્છ તુલસીજી અને ઠાકોરજીના લગ્નના રંગમાં રંગાયાઃ દેવદિવાળીની ઉજવણી
બે અગિયારસ હોવાથી અનેક જગ્યાએ બે દિવસ આયોજનઃ ગામે-ગામ ભવ્ય જાન સાથે ભગવાનના લગ્ન સંપન્ન

રાજકોટ, તા.૨૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં તુલસીજી અને ઠાકોરજીના લગ્ન સાથે દેવદિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
બે અગિયારસ હોવાથી જુદી-જુદી જગ્યાએ ૨ દિવસ દરમિયાન ભગવાનના લગ્નનું મંગલમય આયોજન કરાયુહતું.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ, તા.૨૧: વીરનગર ગામ સમસ્ત દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગને લઈને સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ઠાકર બાપાના વરરાજા સ્વરૂપે યોજાનારા તુલસી વિવાહપ્રસંગ નિમિત્તે સાંજ જમણવારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના ભાવિક ભક્તો અને આગેવાનો જોડાયા હતા.
આજે બપોરે ઠાકર મંદિર ખાતેથી પટેલનગર ખાતે ભવ્ય જાનન ુંપ્રસ્થાન થશે. આ જાનમાં શણગારેલા ઊંટ, બળદગાડાં, ઘોડા તેમજ ફોરવ્હીલર સહિત વિવિધ વાહનો જોડાશે. પરંપરાગત વાજતે-ગાજતે અને ઉત્સાહભેર નીકળનારી આ જાનને લઈને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ધાર્મિક પ્રસંગમાં વીરનગર વેપારી એસોસિયેશન દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે. વેપારી એસોસિયેશન દ્વારા આવતીકાલે બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી ગામની દુકાનો બંધ રાખી વેપારીઓ જાનમાં જોડાઈને તુલસી વિવાહ મહોત્સવમાં સહભાગી બનશે.
આ ઉપરાંત ભગવતી યુવક મંડળ દ્વારા રાસ મંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આજુબાજુનાં ગામોના ભક્તજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો લાભ લેશે. તુલસી વિવાહના આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવવા ગામ સમસ્ત, ભગવતી યુવક મંડળ અને ગામ સમસ્ત દ્વારા વેપારી એસોસિયેશન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભગવતી યુવક મંડળ દ્વારા આજુબાજુનાં ગામોના તમામ ધર્મપ્રેમી ભક્તજનોને આ પવિત્ર તુલસી વિવાહ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
