<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

સાવરકુંડલાઃ ગઢીયા ગીરના શ્રી દાનેવ આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્‍સવ ઉજવાશે

 

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૮: ધારી તાલુકાના ગઢીયા ગીર સ્‍થિત શ્રી દાનેવ આશ્રમમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની પૂર્વ સંધ્‍યાએ તા. ૨૮ અને ૨૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ભજન, પૂજન, કીર્તન, ગુરુ વંદના, સંતવાણી, લોકડાયરો તથા મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્‍તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાનાર છે.

વંદનીય અને તેજસ્‍વી સંત મહંત શ્રી હર્ષદ બાપુ ભગતના પાવન સાનિધ્‍ય અને માર્ગદર્શન હેઠળ યોજાનાર આ ભવ્‍ય ગુરુપૂર્ણિમા મહોત્‍સવમાં ગુજરાતભરના હજારો ભાવિક ભક્‍તો અને સેવક સમુદાય ઉપસ્‍થિત રહી ગુરુચરણોમાં વંદના અર્પણ કરશે.

પ્રાકળતિક સૌંદર્યથી ઘેરાયેલા ગઢીયા ગીરના શ્રી દાનેવ આશ્રમમાં પ્રવેશતા જ શાંતિ, આધ્‍યાત્‍મિકતા અને સંતોષનો દિવ્‍ય અનુભવ થાય છે. આશ્રમમાં આવેલી શ્રી દાન ગેબી ગૌશાળામાં અંધ, અપંગ અને અશક્‍ત ગૌમાતાઓની નિઃસ્‍વાર્થ સેવા કરવામાં આવી રહી છે. ઉપરાંત મૂંગા પક્ષીઓ માટે નિયમિત ચણની વ્‍યવસ્‍થા, હરિહર તથા ઝાલરના નાદથી ગુંજતું આધ્‍યાત્‍મિક વાતાવરણ અને જંગલના પશુઓ માટે પાણીના અવેડાની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ અવેડામાં પાણી પીવા માટે જંગલના રાજા એવા સિંહ સહિત અન્‍ય વન્‍યજીવો પણ આવતા હોય છે, જે આશ્રમના પ્રકળતિપ્રેમ અને જીવદયાના ઉત્તમ સંસ્‍કારનું જીવંત ઉદાહરણ છે.

તા. ૨૮ જુલાઈ, મંગળવારે વિશેષ સંતવાણી, ભજન, લોકડાયરો તથા બપોર અને રાત્રિના સમૂહ ભોજન-ઙ્ઘસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા. ૨૯ જુલાઈ, બુધવારે સવારે ૯:૦૦ કલાકે ગુરુગાદી પૂજન, ગુરુ વંદના, સંતસભા, મહાપ્રસાદ અને સમૂહ ભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આ પ્રસંગે ભવ્‍ય સંતવાણી અને લોકડાયરામાં વાલભાઈ ગઢવી, ભરતભાઈ ખવડ, જયમતભાઈ વરુ, રઘુભાઈ ખાચર, રાહુલ બારોટ, દેવરાજભાઈ ગઢવી, ધીરજ બારોટ, યヘીબા વાળા, તથા હાસ્‍ય કલાકાર પ્રફુલ બગથલિયા સહિતના પ્રતિષ્ઠિત કલાકારો અને સાજિંદા ધાર્મિક ગઝલ ગ્રુપ પોતાની કલા દ્વારા ભાવિકોને ભક્‍તિરસમાં તરબોળ કરશે.

શ્રી દાનેવ આશ્રમ ગઢીયા ગીર દ્વારા આ દિવ્‍ય અને ભવ્‍ય ગુરુપૂર્ણિમા મહોત્‍સવના તમામ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ગુરુઆશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સર્વે ભાવિક ભક્‍તજનો, સંતો, મહંતો અને સેવક સમુદાયને હાર્દિક જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે

(1:23 PM IST)