News of Wednesday, 18th November 2026
ભાવનગરમાં ૨૦ મી નવેમ્બરે 'લોકતંત્ર બચાવો - અરાજકતા હટાવો' પદયાત્રાનું આયોજન
રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી અને ભાવનગર શહેર પ્રમુખ કુમારભાઈ શાહે પદયાત્રા અંગે પત્રકાર પરિષદ સંબોધી

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :તા. ૨૦ નવેમ્બર ૨૦૨૬ અને શુક્રવારના રોજ ભાવનગરના હલુરીયા ચોકથી 'લોકતંત્ર બચાવો - અરાજકતા હટાવો' પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. લોકતંત્રને મજબૂત અને સશકત બનાવવા માટૅ, દેશના સર્વાંગી વિકાસ અને સ્થિરતા જાળવવા માટૅ, સંવિધાન અને લોકશાહીના મૂલ્યોને બચાવવા માટૅ આયોજિત આ પદયાત્રા અંતર્ગત ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ શહેર અને જિલ્લા ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલની ઉપસ્થિતમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
