<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

કચ્‍છમાં ‘‘ડ્રગ્‍સનો દરિયો'': જખૌ નજીક લુણા બેટ ઉપરથી હવે હેરોઇન મળતાં એજન્‍સીઓ સતર્ક

ચરસ બાદ હવે હેરોઇન મળતાં ચકચાર, બીએસએફને પેટ્રોલિંગ દરમ્‍યાન ૫ કરોડની કિમતનું એક કિલો હેરોઇન મળ્‍યું, કેફી દ્રવ્‍યોના પાર્સલ દરિયામાં ફેંકીને ડિલીવરી કરાય છે? ઊંડી તપાસ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮: વાયા કચ્‍છ થઈને ગુજરાતમાથી દેશભરમાં ડ્રગ્‍સ મોકલવાનું ખતરનાક ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ કરોડો રૂપિયાનું ડ્રગ્‍સ ઝડપાઈ રહ્યું છે. તેમાંય બિનવારસુ ઝડપાતા ડ્રગ્‍સનો આંકડો પણ ચોંકાવનારો છે.  કચ્‍છના દરિયામાંથી અત્‍યાર સુધી ઝડપાતા બિનવારસુ ચરસના પેકેટ બાદ હવે હેરોઇન બિનવારસુ ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. ૫ કરોડ રૂપિયાની કિમત ધરાવતા હેરોઇનનું ૧ કિલોનું પેક બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમ્‍યાન ઝડપી પાડ્‍યું હતું. કચ્‍છ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયામાંથી ડ્રગ્‍સના બિનવારસુ પેકેટો ઝડપાઈ રહ્યા છે એ જોતા સવાલ ઉઠે છે કે શું દરિયામાં ડ્રગ્‍સના પેક પેકેટ ફેંકી દઈ ડિલીવરી કરાતી હશે? અલબત્ત આ બાબતે એજન્‍સીઓની તપાસ બાદ જ સાચો ખ્‍યાલ આવી શકે. પરંતુ ૫૦ લાખ રૂપિયે કિલો ચરસ અને ૫ કરોડ રૂપિયે કિલો હેરોઇન દરિયામાં ફેંકે કોણ? પાકિસ્‍તાન અને ભારતને જોડતી દરિયાઈ સીમા માંથી અગાઉ પણ માછીમારી કરતી બોટોમાંથી ડ્રગ્‍સ ઝડપાઈ ચૂક્‍યું છે.

(11:07 AM IST)