News of Monday, 29th June 2026
ગુજરાતની ગૌરવવંતી ‘કેસર કેરી'ની સીઝન પૂરી
અમૃત જેવો મીઠો સ્વાદ, અનેરી સુગંઘ અને રેસ્સા રહિત, કેશરી ગર્ભવાળી કેરી જોઈ પ્રભાવિત બનેલ નવાબ બોલી ઉઠ્યા ‘અહો...! આતો ‘કેસર' !'

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૨૯: ફળોમાં રાજા તરીકે મનાતી કેસર કેરી ની સિઝન પુરી થવામાં છે. હવે પછી લગભગ ૧૦ માસ બાદ આગામી એપ્રિલ મહિનાથી પુનઃ ‘‘કેસર'' નો આસ્વાદ માણવા મળશે.
અમળત જેવો મીઠો અને મધુર સ્વાદ, અનેરી સુગંધ અને રેસ્સા રહિત જેવા ગુણવત્તા યુક્ત ગુણધર્મ ના કારણે દેશ - વિદેશમાં વિખ્યાત બનેલ ખાસ કરીને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માં આવેલ ગીર વિસ્તાર ની કે જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવી ‘‘કેસર કેરી'' ની સિઝન વિદાય લઈ રહેલ છે. સામાન્ય રીતે કેસર કેરી ની સીઝન એપ્રિલ થી શરૂ થઈ જૂન માસ સુધી હોય છે. જોકે અનુકૂળ અને પ્રતિકૂળ જેવા વાતાવરણ વચ્ચે કેસર કરીની આવક વહેલા મોડી પણ થતી હોય છે.
તાજેતરમાં સગાઈ થયેલ પુત્રવધુ ને અથવા તો નવા લગ્ન થયેલ દીકરીને કેરી આપવા જવાની પરંપરા સૌરાષ્ટ્ર માં આજે પણ છે. કાઠીયાવાડ ના ગ્રામજનો આજે પણ સગા, સ્નેહી, સંબંધીઓ ને કેરી ખાવા આવવા માટે આગ્રહ સાથે ખાસ આમંત્રિત કરે છે. કોઈ મહેમાન ઘરે આવ્યા હોય તો અન્ય નાસ્તાને બદલે કેરી ખવડાવી મહેમાન ને સત્કારવામા આવે છે. ધાર્મિક પ્રવળત્તિ ધરાવતા લોકો બ્રાહ્મણો કે અન્ય કોઈ ગરીબ લોકોને કેરી આપ્યા બાદ અથવા તો મંદિરમાં કેરી પઘરાવ્યા બાદ જ સીઝન ની પ્રથમ કેરી ખાવા નો હજુ પણ રિવાજ છે. હવેલી તથા મંદિરો માં પણ કેરી મનોરથ યોજવા માં આવે છે.
માંગલિક પ્રસંગોમાં ઘરના આંગણે બંધાતા આંબાના પાન ના તોરણ નું પણ વૈજ્ઞાનિક, વાસ્તુશાષા અને ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલ છે. ઘર આંગણે આંબાના તોરણ બાંધવાથી વાતાવરણમાં શુદ્ધિકરણ, સકારાત્મક ઉર્જા, તથા દેવી-દેવતાઓની કળપા વરસ્તી હોવાનું માનવામાં આવે છે.
જોકે, જાણકારોના જણાવ્યા મુજબ કેસર કેરીનું સૌરાષ્ટ્રમાં ઘર આંગણે ઉત્પાદન થતું હોવા છતાં પણ ઉચ્ચ ગુણવત્તા વાળી કેરી ખાવા નું સ્થાનિક લોકોના નસીબમાં હોતું નથી. કારણકે દેશના આંતર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય દેશો માં કેસર કેરીના ભાવ ઉંચા મળતા હોય ઉચ્ચ ક્વોલિટી વાળો માલ ત્યાં નિકાસ કરી દેવામાં આવતો હોય છે. આમ વિદેશી લોકોને કેસર કેરીનો સ્વાદ દાઢે વળગતા, ‘‘ઘરના છોકરા ઘંટી ચાંટે''ની કહેવત ની જેમ સ્થાનિક લોકોને વીણાટ વાળો માલ જ ખાવા મળે છે, અર્થાત બીજા શબ્દોમાં કહેવું હોય તો અહીંયા તો માત્ર ‘‘ગોઠલા''અથવા તો ‘‘છોતલા'' જ ખાવા મળે છે !!
કેરી નો ઇતિહાસ પણ રોચક અને રસપ્રદ જોવા મળે છે. સંસ્કળતમાં કેરીને આમ્ર રસ કહેવામાં આવે છે. સદીઓ થી આમ્ર વળક્ષ નુ અસ્તિત્વ હોવાનો શાષાોમાં ઉલ્લેખ છે. અમળત સમાન ગણાતો આમળ રસ આરોગ્યની દ્રષ્ટિએ પોષક અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. કેસર કેરી વિશે વાત કરીએ તો કહેવાય છે કે, આ આમ્ર ફળ નેસૌ પ્રથમ વખત જોતાજ જૂનાગઢ ના નવાબે ‘‘કેસર'' નામ આપેલ હતું . આઝાદી પૂર્વે ૧૯૩૧ ની સાલમાં એક ખેડૂતે પોતા ની વાડીમાં અંબો વાવેલ હતો.જેમાં ચાર વર્ષ બાદ ૧૯૩૧ ના વર્ષમાં કેરી આવતા આ ખેડૂતે જૂનાગઢ રાજ્ય ના ત્રીજા અને છેલ્લા નવાબ મહોબતખાનજી ને કેરી ભેટ આપતા રેસા વગરની કેરી નો સ્વાદ, સુગંધ, રંગ અને કદ જોઈ તેમજ કેરી ની અંદર ના ગર્ભ (આમ્ર રસ) નો રંગ કેસરી હોય નવાબ પ્રભાવિત થઈ ને બોલી ઉઠ્યા હતા કે, ‘‘ઓહો...! આતો ‘કેસર' ! '' ત્યારથી આ આમ્ર ફળ ‘‘કેસર કેરી'' તરીકે ઓળખાય છે. ત્યારબાદ નવાબ તરફથી ખેડૂતોને પ્રોત્સાહિત કરાતા વૈજ્ઞાનિક અભિગમથી આંબાનું વાવેતર કરી ખાસ આંબાવાડીઓ બનાવવામાં આવેલ. જે હાલ ખેડૂતો સહિત અસંખ્ય લોકો માટે જીવા દોરી સમાન બનેલ છે.
એક માહિતી મુજબ ગુજરાતમાં ૪૪૦૦૦ હેક્ટર થી પણ વધુ વિસ્તારમાં આંબાનું વાવેતર કરવામાં આવેલ છે. ગુજરાતમાં કેરીનું વાર્ષિક ઉત્પાદન અંદાજે ૧૬ લાખ ટન જેવું છે.જેમાં માત્ર તાલાળા માર્કેટિંગ યાર્ડમાં જ અંદાજે ૯૫ લાખ કિલોગ્રામ અર્થાત સાડા નવ થી દસ લાખ જેટલા કેસર કેરીના બોક્સ ની આવક થયેલ હતી. ગીર વિસ્તારના આંબાના બગીચાઓનું ૨૫૦ કરોડ જેવું ઉપાર્જન અંદાજવામાં આવેલ છે.
દરમિયાન સમયાંતરે અંબા પર આવેલ ફુલ માંથી નાની નાની કેરીમાં પરિવર્તિત થઈ જાય છે. જે ખાખડી અથવા તો ખાખટી તરીકે ઓળખાય છે. આંબામાં રહેલ ખાખડી પવનના કારણે ખરી પડે છે ત્યારે ખેડૂતો તેનું પણ વેચાણ કરે છે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બજારમાં ખાખડી મળે છે. કળપના વેપારીઓને જણાવ્યા મુજબ જેનુ શરૂઆતમાં પ્રતિ કિલો રૂપિયા ૭૦૦ થી ૧૦૦૦ ના ભાવે રિટેલ ભાવે વેચાણ થતું હોય છે. બાદમાં ખાખડી ની આવકમાં વધારો થતા પ્રતિ કિલોના રૂપિયા ૧૦૦ થી ૧૫૦ જેવો ભાવ થઈ જાય છે. નાની નાની ખાખડી માં અનેરી મીઠાશ હોય લોકો સંભારા ના વિકલ્પ રૂપે ખાખડીનો ઉપયોગ કરતા હોય છે.
સામાન્ય રીતે માર્ચ મહિનામાં કેરી પરિપક્વ બનતા એપ્રિલ થી કેરીની સીઝન શરૂ થઈ જાય છે. ફ્રુટ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે સૌપ્રથમ એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં કેરીની આવક શરૂ થઈ ગયેલ હતી. જેનો ગોંડલ યાર્ડમાં શરૂઆતમાં બોણી નો ૧૦ કિલોના બોક્સના ભાવ રૂા.૫૫૦૦ જેવો હતો. આ દરમિયાન આટલા મોંઘા ભાવ ની કેરી ખાવી આર્થિક રીતે મધ્યમ વર્ગના લોકોને સ્વાભાવિક રીતે જ પરવડે નહીં. કેસર કેરી ની સીઝનની શરૂઆતમાં કેરીની ઓછી આવક હોય ઊંચા ભાવના કારણે તવંગરો ને માટે ખાવા માટે જ આ ફળ સીમિત રહે છે. આર્થિક રીતે સધ્ધરતા ધરાવતા લોકો કેસર કેરીની ઊંચા ભાવે ખરીદી કરી સીઝનની સૌ પ્રથમ મોંઘી કેરીનો આસ્વાદ માણવો તે તેમના માટે એક ‘‘સ્ટેટસ'' જેવું બની જતું હોય છે હોય છે !
એપ્રિલ મહિનાથી કેરીની આવકમાં વધારો થાય છે એ સાથે જ કેરીના ભાવ પણ ઓછા થતા જોવા મળે છે. લગભગ એપ્રિલના બીજા પખવાડિયા બાદ છેલ્લા બે થી અઢી મહિના મધ્યમ વર્ગના લોકો કેરી નો આસ્વાદ માણે છે.જુન ના અંત સુધી કેસર કેરીની સીઝન ચાલે છે. ચાલુ સીઝન ના છેલ્લા બે'ક માસમાં કેસર કેરીના પ્રતિ ૧૦ કિલો ના બોક્સનાભાવ રૂપિયા ૩૦૦ થી માંડી ૧૨૦૦ સુધીનો રહેલ . હાલ જૂન માસના અંતિમ દિવસોમાં સીઝન પૂરી થવા માં હોય, માલની આવક ઓછી થતા કેસર કેરીના ભાવ રૂપિયા ૧૨૦૦ થી લઈ ૧૮૦૦ રૂપિયા જેવા હોવાનું ફ્રૂટ ના વેપારીઓ જણાવી રહ્યા છે.
દરમિયાન ફ્રૂટ ના વેપારીઓ ના જણાવ્યા મુજબ હાલ કેરીની સીઝન પૂરી થવા માં છે. ભીમ અગિયારસના આસપાસના દિવસોમાં જ લગભગ ૯૫ ટકા જેવો માલ પૂરો થઈ ગયો છે. મોટાભાગ ના વેપારીઓને ચોમાસુ સિઝનના જાંબુ, જામફળ, નાસપતિ, લીચી સહિતના ફળો નુ આગમન થઈ ગયેલ છે. અને તેનું વેચાણ પણ ચાલુ કરેલ છે. ચાલુ વર્ષે ગત વર્ષના પ્રમાણમાં કેરીનો મબલખ પાક આવેલ હતો. અને કેરી ની માંગ પણ સારી રહેતા ધંધો સારો રહેલ હતો
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
