<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ગોંડલમાં સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ધડુક પરિવારનું દ્વિતીય સ્‍નેહમિલન અને મહાસંમેલન યોજાયું

રમેશભાઈ અને વિઠ્ઠલભાઈ ધડુકની રક્‍તતુલા કરાઇઃ તેજસ્‍વી વિદ્યાર્થીઓ, તબીબો અને વડીલોનું સન્‍માનઃ લોકડાયરો જામ્‍યો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૬: ગોંડલમાં સૌરાષ્‍ટ્ર-ગુજરાતના સમસ્‍ત ધડુક પરિવારનું દ્વિતીય તોહમિલન અને મહાસંમેલન રવિવાર, તા. ૧૫ નવેમ્‍બર, ૨૦૨૬ના યોજાયું હતુ. સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્‍તારોમાંથી ધડુક પરિવારના હજારો સ્‍વજનો એકત્ર થયા હતા. દિવસભર યોજાયેલા કાર્યક્રમોમાં રક્‍તદાન શિબિર, રક્‍તતુલા, પ્રતિભા સન્‍માન, સમૂહ ભોજન અને લોકડાયરાનો સમાવેશ થયો હતો.

ધડુક પરીવાર નાં સંમેલન અંગે વિઠ્ઠલભાઈ ધડુકે જણાવ્‍યું હતું કે પરિવારના સ્‍વજનો એક મંચ પર મળે, પરસ્‍પર ઓળખાણ વધે અને સામાજિક ઉત્‍થાન અંગે વિચારવિમર્શ થાય તે હેતુથી આ તોહમિલન યોજાયું હતું. લગ્ન સહિતના પારિવારિક પ્રસંગોએ સ્‍વજનો એકબીજાને વધુ સારી રીતે ઓળખી શકે અને પરિવારની એકતા વધુ મજબૂત બને, એવો પણ આ આયોજનનો આશય હતો.

સંમેલન સ્‍થળે સવારે રક્‍તદાન શિબિરનો પ્રારંભ થયો હતો. તેમાં ધડુક પરિવારના યુવાનો અને સભ્‍યોએ મોટી સંખ્‍યામાં ઉત્‍સાહભેર રક્‍તદાન કર્યું હતું. સાંજે શિબિરમાં એકત્રિત થયેલા રક્‍તથી રમેશભાઈ ધડુક અને વિઠ્ઠલભાઈ ધડુકની રક્‍તતુલા કરવામાં આવી હતી.

શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્‍કળષ્ટ સિદ્ધિ મેળવનાર ધડુક પરિવારના તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમાજ અને આરોગ્‍ય ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપનાર તબીબોનું પણ બહુમાન કરાયું હતું. પરિવારના વડીલોને સન્‍માનિત કરી તેમના આશીર્વાદ લેવામાં આવ્‍યા હતા. સન્‍માનવિધિ રમેશભાઈ ધડુક, વિઠ્ઠલભાઈ ધડુક અને પરિવારના વડીલોના હસ્‍તે સંપન્ન થઈ હતી.

સાંજે ધડુક પરિવારના સ્‍વજનોએ સાથે મળી સમૂહ ભોજન લીધું હતું. ત્‍યારબાદ રાત્રે યોજાયેલા લોકડાયરામાં ખ્‍યાતનામ કલાકારોએ લોકગીતો અને લોકસાહિત્‍યની રજૂઆત કરી હતી. લોકડાયરા સાથે દિવસભરના તોહમિલન અને મહાસંમેલનનું સમાપન થયું હતું

(10:48 AM IST)