<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ગીર સોમનાથ જીલ્લામાં પેટ્રોલ ડીઝલની ભારે તંગી

ટ્રાન્‍સપોર્ટના ધંધાર્થીઓ,યાત્રીકોને ભારે મુશ્‍કેલીઃ કેબીનેટમંત્રીને પંપો ઉપર રૂબરૂ તપાસવાની માંગ કરતા વિમલ ચુડાસમા

વેરાવળ, તા.૨૩: ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી પેટ્રોલી ડીઝલની ભારે તંગી છે અમુક પેટ્રોલ પંપે તો ડીઝલ મળતું નથી ટ્રેકટરો,ટ્રકોની લાંબી લાઈનો લાગેલ હોય દેશભરમાંથી સોમનાથ આવતા યાત્રીકો પણ ભારે મુશ્‍કેલી અનુભવે છે જેથી કોંગ્રેસના ધારાસભ્‍ય એ પેટ્રોલપંપો ઉપર કેબીનેટ મંત્રીને જાતે આવીને તપાસ કરવાની માંગ કરેલ છે.

સોમનાથ વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ જણાવેલ હતું કે ડીઝલની તંગીનો ખેડુતો, ટ્રાન્‍સપોર્ટરો, યાત્રીકો સામનો કરી રહેલ છે ભાવ વધારો પણ દઝાડી રહયો છે ભાજપ દ્વારા ખોટા દાવાઓ કરી રહેલ છે તેનાથી સ્‍થિતી ઉંધી છે ખેતીની સીઝનના ટાણે ખેડુતો ડીઝલ લેવા માટે દુર દુર ધકકા ખાઈ રહયા છે અમુક જગ્‍યા એ ડીઝલ નથી ના પાટીયા પણ લાગી ગયા છે પેટ્રોલપંપ સંચાલકો દ્વારા દાવા કરાઈ રહેલ છે પુરતો જથ્‍થો ફાળવવામાં આવતો નથી ગીર સોમનાથ જીલ્લાની અંદર અનેક ઉદ્યોગોના ટ્રાન્‍સપોર્ટના ધંધા ઉપર ભારે અસર પડેલ છે સોમનાથ આવતા દેશભરના યાત્રીકોને ખુબજ મોટી મુશ્‍કેલી ઉભી થયેલ છે ડીઝલ,પેટ્રોલની અછત સર્જાતા ભારે મુશ્‍કેલી અનુભવાય છે કેન્‍દ્રીય કેબીનેટ પ્રધાને ખોટી વાતો કરવાની બદલે પેટ્રોલ પંપો ઉપર લાગેલી લાઈનો જોઈને નિવેદનો કરવા જોઈએ તંગી હોવા છતા ભાજપના પદાધિકારીઓ ખોટી વાતો કરે છે પ્રજાને ગેરમાર્ગે દોરે છે તાત્‍કાલીક આ વિસ્‍તારમાં પુરતો જથ્‍થો મળે તે માટે માંગ કરેલ છે.

(12:02 PM IST)