News of Friday, 23rd October 2026
ભાયાવદરમાં સેકસ્યુઅલ પાવર વધારવાની દવાના કારોબારનો પર્દાફાશઃ ૧૦ ઝડપાયા
૩ જગ્યાએ કોલ સેન્ટર ચાલતા'તાઃ ખોટા ડોકટર બનીને લોકોને ફસાવીને રૂપિયા પડાવતા હતાઃ ૫.૧૬ લાખનો મુદામાલ જપ્તઃ પ ફરાર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨૩: ભાયાવદર ટાઉનમાં અલગ અલગ ત્રણ જગ્યાએ આવેલ ઓફીસ/મકાનમાંથી સેકસ્યુઅલ પાવર વધારવાની દવાનું ઓનલાઇન વેચાણ કરી ગેરકાયદેસર ચાલતા ત્રણ કોલ સેન્ટર પકડી પાડતી ભાયાવદર પોલીસે કુલ કિ.રૂ.૫,૧૬,૭૦૦/- લાખના મુદ્દામાલ સાથે ૧૦ આરોપી ઝડપાયા પાંચ આરોપી પકડવા બાકી છે.
ભાયાવદરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર રાખોલીયા એ માહિતી આપતા જણાવેલ કે રાજકોટ રેન્જના મહે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) તથા ધોરાજી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સુ, સિમરન ભારદ્વાજ (IPS) નાઓએ ગેરકાયદેસર ચાલતી પ્રવળત્તીઓ નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોય જે અનુસંધાને સુચના મુજબ ભાયાવદર પોલીસ સ્ટેશનના I/C પો.ઇન્સ. ડી.એચ.રાખોલીયા તથા ભાયાવદર પોલીસ સ્ટાફની ટીમ ખાનગી હકીકત વાળી અલગ અલગ ત્રણ જગ્યાઓ જેમાં ખોડીદાસ હીરાભાઈ માકડીયા રહે. ઉમીયાનગર ભાયાવદર વાળાની ઓફીસ તથા અહેમદરઝા અશરફભાઇ મુલતાણી રહે. ભાયાવદર સીનેમા રોડ વાળાની ઓફીસ તથા હાર્દિક ભરતભાઇ ખાંભલા રહે. ભાયાવદર મતવાશેરી વાળાના ઘરે આમ કુલ ત્રણ જગ્યાએ રેઇડ કરતા સેકસ્યુઅલ પાવર વધારવાની દવાનું ઓનલાઇન વેચાણ કરી ગેરકાયદેસર ચાલતા ત્રણ કોલ સેન્ટર પકડી પાડેલ છે.
જેમાં ખોડીદાસ હીરાભાઈ માકડીયા રહે. ઉમીયાનગર ભાયાવદર, કૌશીકભાઈ અશોકભાઈ વાળા રહે.હોળીધાર ભાયાવદર તા. ઉપલેટા, મીત હરસુખભાઇ બેડવા રહે.હોળીધાર વિસ્તાર ભાયાવદર તા.ઉપલેટા, ચેતનભાઈ હેમતભાઇ રાઠોડ રહે.હોળીધાર ભાયાવદર મુળ ગામ ભાંખ તા.ઉપલેટા, અહેમદરઝા અશરફભાઇ મુલતાણી રહે. ભાયાવદર સીનેમા રોડ તા.ઉપલેટા, રાજેશભાઇ નાથાભાઈ પરમાર રહે. કળષ્ણનગર સોસાયટી ભાયાવદર તા. ઉપલેટા, મનવીરભાઈ રાણાભાઈ ખાંભલા રહે. ભાયાવદર સરસ્વતી સોસાયટી તા. ઉપલેટા, અહેમદરજા ઉર્ફે બાપુ અનવરભાઇ કાદરી રહે. જુના કલારીયા તા.ઉપલેટા, નાશીર દોસમામદભાઇ લાખા રહે. ભાયાવદર હોળીધાર વિસ્તાર તા. ઉપલેટા, જીલ દિનેશભાઇ ખાણીયા રહે. ભાયાવદર મીલન પાન વાળી શેરી ફુલવાડી તા.ઉપલેટાની ધરપકડ કરી છે.
જયારે હાર્દિક ભરતભાઈ ખાંભલા રહે, ભાયાવદર તા. ઉપલેટા, જયદીપ સુરેશભાઇ ગોહીલ રહે. ભાયાવદર તા. ઉપલેટા, રાહુલ, ફૈઝલ રજાકભાઇ રહે. ભાયાવદર તા. ઉપલેટા, નિશાંત ઉર્ફે નિલ સુભાષભાઇ ભટ્ટ રહે. ભાયાવદર તા. ઉપલેટા પાંચ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
કોમ્પ્યુટર/લેપટોપ કુલ નંગ-૧૮ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- તથા કીબોર્ડ-માઉસ કુલ નંગ-૩૩ કિ.રૂ.૯.૭૦૦/- તથા નંગ-૨૩ કિ.રૂ.૧,૫૧,૦૦૦/- તથા બ્રોડબેન્ડ નંગ-૩ કિ.રૂ.૬,૦૦૦/- લાઇટ બીલ નંગ-૩ કિ.રૂ.૦૦/-મળી કુલ કિ.રૂ.૫,૧૬,૭૦૦/- મુદ્દામાલ સાથે ૧૦ આરોપીઓને ઝડપી લીધા હતા.
તપાસ કરનાર ઇન્ચાર્જ પીએસઆઇ ધર્મેન્દ્ર રાખોલીયાએ જણાવેલ કે આરોપી ખોડીદાસ હીરાભાઈ માકડીયાનાએ પોતાના અંગત ફાયદા સારૂ કોઇ પણ જાતના લાઇસન્સ કે આધાર પુરાવા વગર આરોપી કૌશીકભાઇ અશોકભાઇ વાળા તથા મીત હરસુખભાઇ બેડવા તથા ચેતનભાઈ હેમતભાઈ રાઠોડ નાઓ સાથે મળી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે પોતાના રહેણાંક મકાને ઓફીસ ખોલી તેમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ તથા ઇન્ટરનેટના સાધનો પુરા પાડી માણસોને લલચાવી ફોસલાવી સેક્સ સ્ટેમીના વધારવા માટેની તથા B-૧૨ ની આયુર્વેદીક પ્રોડકટ વેચવા માટે ખોટા ડોક્ટરની ઓળખ આપી. https://bedroomboss.in/Gujarat/ વેબસાઇટ મારફતે પોર્ન સાહીત્ય મોકલી ગ્રાહકોને પ્રોડકટ ખરીદવા ઉતેજીત કરી બાદ તેઓને તેઓના પરીવારના સભ્યોને વાત કરવાની ધમકી આપી તે પ્રોડકટ આપ્યા વગર પૈસા પડાવી લઇ તેમજ ફરીયાદ કરી આજીવન જેલમાં મોકલી દેશુ તેવી ધમકી આપતા હતા.
ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.એચ. રાખોલીયા તથા એ.એસ.આઇ, શક્તિસિંહ વનરાજસિંહ તથા રોહિતભાઈ હાજાભાઈ તથા અરૂણકુમાર રામજીભાઇ તથા પો.હેડકોન્સ. સુરેશભાઈ સાંગાભાઈ તથા નિકુંજભાઈ પરશોતમભાઈ તથા મનેશભાઈ રવજીભાઇ તથા રણજીતભાઇ નાગભાઇ તથા પો.કોન્સ નરેન્દ્રભાઈ પિઠાભાઈ તથા અજીમભાઇ નાશીરભાઈ તથા નિલેશભાઈ માલાભાઈ તથા ભાગ્યરાજસિંહ મહેન્દ્રસિંહ તથા મહેશભાઇ મખાભાઇ વિગેરે રોકાયા હતા ઉપયોગ બનાવવાની તપાસ એચ. રાખોલીયા I/C પોલીસ ઇન્સપેક્ટર ભાયાવદર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
