<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

વિજયાદશમીના પર્વ નિમિત્તે ધારી પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ

પી.એસ.આઈ. રાઠોડ સહિત પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ જોડાયા :વિધિ-વિધાન મુજબ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા તમામ શસ્ત્રોનું પૂજન કરાયું

 

વિજયાદશમીના પર્વ નિમિત્તે ધારી પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. જાડેજાના અધ્યક્ષસ્થાને શસ્ત્રપૂજનની વિધિ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પી.એસ.આઈ. રાઠોડ સહિત પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ જોડાયા હતા. વિધિ-વિધાન મુજબ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ રીતે ધારી પોલીસ વિભાગે પરંપરાગત રીતે વિજયાદશમીના પર્વની ઉજવણી કરી હતી

(1:02 AM IST)