News of Saturday, 2nd May 2026
કચ્છના વડવાભોપામા વાંકોલધામમાં સોમવારથી પૂ.ગિરિબાપુના વ્યાસાસને શિવકથા

રાજકોટ,તા.૨: કચ્છના નખત્રાણા તાલુકાના વડવાભોપા ખાતે પૂ. ગિરિબાપુના વ્યાસાસને ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવકથા નંબર ૮૩૭ છે અને તેનું આયોજન શ્રી ગોગાધામ-વડવાભોપાના આયોજક ભોપાશ્રી વંકા રાણા કાછેલા દ્વારા કરવામાં આવ્યું છે.
શિવકથાનો પ્રારંભ તા.૪ ને સોમવારે થશે અને તા.૧૨ ને મંગળવારે વિરામ લેશે. દરરોજ સવારે ૯:૩૦ થી બપોરે ૧૨: ૩૦ સુધી આઈ શ્રી ઠોકવારી, વાંકોલધામ, વડવાભોપા, નખત્રાણા-કચ્છ ખાતે શિવજીના નાદ ગુંજશે.
શિવભક્તો માટે કથાનું જીવંત પ્રસારણ પૂ. ગિરિબાપુ ઓફિશિયલ યુટયુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર તેમજ ‘ગિરિબાપુ શિવકથા - ગુજરાતી' યુટયુબ ચેનલ પર કરવામાં આવશે. ડી-લાઈવનું પ્રસારણ સર્વવિદ્યા ચેનલ પર થશે. વધુ માહિતી માટે (મો. ૯૩૨૭૫ ૧૭૧૭૩),(મો.૭૭૦૦૦ ૦૪૫૧૨) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
