News of Wednesday, 15th July 2026
ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે કૂવામાંથી મહિલા અને બાળકની લાશ મળી આવતા ચકચાર : આત્મહત્યા કે અકસ્માત ? : જુઓ વિડિયો
ફાયર ટીમની મદદથી મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા : પોલીસે તપાસ હાથ ધરી : પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને બાળક મોટાદડવા ગામના જ હોવાનું સામે આવ્યું

ગોંડલ, તા. 15 : ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે આજે સવારે એક કૂવામાંથી મહિલા અને એક નાના બાળકની લાશ મળી આવતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ગામના લોકોએ કૂવામાં બે લોકો તરતા હોવાનું જોયા બાદ તાત્કાલિક ગોંડલ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યા હતા.
બહાર કાઢ્યા બાદ બંને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને બાળક મોટાદડવા ગામના જ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના આત્મહત્યા છે કે અકસ્માત તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.
ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાના ચોક્કસ કારણો અંગે પોલીસ તપાસ બાદ જ વિગતો સ્પષ્ટ થશે.(તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
