<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ધારાસભ્ય દિવ્યેશ ભાઈ અકબરીના હસ્તે શ્રી વિદ્યામંડળ - ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાદના પુનઃનિર્મિત વહીવટી ભવનનું ઉદ્ઘાટન

સંસ્થાના સ્થાપક સ્વ.પૂજ્ય ડોલરરાય માંકડ ના સ્વ.સુપુત્ર બકુલ ભાઈ માંકડ ની સ્મૃતિ માં સંકુલ માં આવેલ "બકુલ ઉદ્યાન" નું લોકાર્પણ કરાશે

જામનગર :શ્રી વિદ્યામંડળ - ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાડાના પુનઃનિર્મિત વહીવટી ભવન નું ઉદ્ઘાટન તારીખ 12/9/2026 અને શનિવાર ના રોજ બપોરે 12 કલાકે જામનગર -79 દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ ભાઈ અકબરી ના વરદ હસ્તે કરવામાં આવશે.આ પ્રસંગે વિદ્યામંડળ ના ટ્રસ્ટી ગણ,મેનેજિંગ ટ્રસ્ટી હિમાંશુ અજાબિયા તથા અલિયાબાડા ગામ ના તેમજ જામનગરના પ્રતિષ્ઠિત નગરજનો,સંસ્થા ના વિભાગીય વડાઓ તેમજ સમગ્ર વિદ્યાર્થી વૃંદ હાજર રહેશે તેમજ દિવ્યેશ ભાઈના પ્રેરક પ્રવચનનો લાભ પ્રાપ્ત કરશે.

સાથે સાથે સંસ્થા ના સ્થાપક સ્વ.પૂજ્ય ડોલરરાય માંકડ ના સ્વ.સુપુત્ર બકુલ ભાઈ માંકડ ની સ્મૃતિમાં સંકુલ માં આવેલ "બકુલ ઉદ્યાન" નું લોકાર્પણ સંસ્થાના ટ્રસ્ટી તેમજ સ્વ.બકુલ ભાઈ ના સુપુત્રી સંધ્યાબેન ઝાલા (માંકડ) ના હસ્તે કરવામાં આવશે.
પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાના આ રૂડા અવસરે સર્વે જાહેર જનતા ને આમંત્રણ છે 

(1:15 AM IST)