News of Thursday, 23rd April 2026
વિસાવદરનાં પ્રતિષ્ઠિત ગૌસ્વામી સાધુ "પુરી પરિવાર"નાં સુપુત્રી સિમાબેન ગોસાઈ સાસરિયાંમાં ભાજપના નગરસેવિકા તરીકે બિનહરીફ ચૂંટાયા
વલ્લભીપુર નગરપાલિકાનાં વોર્ડ નં. ૩માં બિનહરીફ ચૂંટાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરનાં પ્રતિષ્ઠિત ગૌસ્વામી સાધુ "પુરી પરિવાર"નાં મનસુખપુરી લક્ષ્મણપુરી ગોસાઈનાં સુપુત્રી સિમાબેન ગોસાઈ વલ્લભીપુર ગામ ખાતે સાસરે છે. તેમના પતિદેવ હિરેનગીરી મહેન્દ્રગીરી ગોસાઈ અને સિમાબેન ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અંતર્ગત વલ્લભીપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાયેલ હોય, વોર્ડ નં.૩મા ભાજપના ઉમેદવાર તરીકે સિમાબેનની પાર્ટીએ પસંદગી કરેલ છે. દરમિયાન સિમાબેન ગોસાઈ આ બેઠક પર બિનહરીફ ચૂંટાયા છે તેમ પરિવારનાં ઋશીકેશ ગૌસ્વામીએ જણાવી હર્ષની લાગણી વ્યક્ત કરી છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
