<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

ચૂડાના ફુડ પોઇઝનિંગ મામલે SIT ની રચનાઃ તમામ રસોયા- વોર્ડન સસ્‍પેન્‍ડ

કસ્‍તુરબા ગાંધી વિદ્યાલયની ઘટનામાં વાસી ખોરાક અપાતો, બાળાઓને નીચે કામ કરવુ પડતુ હોવા સહિતનો પર્દાફાશ : અભાવિપ, કોંગ્રેસ, આપ મેદાનમાં: ૧૩૩ વિદ્યાર્થીનીઓ હજુ સારવારમાં: તબિયત સ્‍થિરઃ સંચાલકો ભૂગર્ભમાં: હોસ્‍ટેલને તાળા બંધીની ચિમકી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૧: ચુડા નજીક આવેલા કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ૨૦૦થી વધુ બાળાઓ ત્‍યાં રહી અને અભ્‍યાસ કરે છે ત્‍યારે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાસી ખોરાક આપવાના મામલે ૧૪૭ જેટલી બાળાઓ ને ફૂડ પોઇઝનિંગની અસર થવા પામ્‍યા હતી જે પૈકીની હાલમાં ૧૩૩ જેટલી બાળાઓને સુરેન્‍દ્રનગરની સિવિલ હોસ્‍પિટલ લીંબડી સરકારી હોસ્‍પિટલ અને ચુડા ઙ્કાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર માટે રાખવામાં આવી છે ખોરાકમાં ઝેરી ખીર આપવામાં આવી હોવાના કારણે આ પ્રકાર પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે જોકે દર મહિને આ બાલિકા વિદ્યાલય ચલાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો તંત્ર કરે છે તે છતાં પણ બાલિકા વિદ્યાલયમાં અભ્‍યાસ કરતી બાળાઓને જાતે કામગીરી કરવી પડતી હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે આ ઉપરાંત બાળાઓ પાસે વિદ્યાલયમાં જમવાનું બનાવવામાં આવે છે અને વાસી ખોરાક પણ વારંવાર આપવામાં આવતો હોવાનું પણ સામે આવ્‍યું છે આ મુદ્દે સુરેન્‍દ્રનગર વહીવટી તંત્ર દ્વારા ફૂડ પોઈઝનિંગની અસર થયા બાદ એસ આઈ ટી ની રચના કરવામાં આવી છે અને આ રચનામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી સુરેન્‍દ્રનગર નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સુરેન્‍દ્રનગર અને બીઆરસી કો-ઓર્ડીનેટર પાટડી સહિતના અધિકારીઓને સીટની તપાસ કમિટીમાં નિમણૂક આપવામાં આવ્‍યું છે અને આ તપાસ કરવામાં આવતા હોસ્‍ટેલ સંચાલકોની બેદરકારીના કારણે આ પ્રકારની પરિસ્‍થિતિનો નિર્માણ થયા હોવાનું સામે આવ્‍યું છે.

 સુરેન્‍દ્રનગર શિક્ષણ અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક રિપોર્ટ લઈ અને ત્‍યારબાદ તાત્‍કાલિક ધોરણે રસોયા અને વોર્ડન ને છુટા કરવામાં આવ્‍યા છે અને તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટનાનો અહેવાલ તૈયાર કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી છે બીજી તરફ પીવાના પાણીની પણ હોસ્‍ટેલમાં પૂરતી વ્‍યવસ્‍થા નથી અને હોસ્‍ટેલમાં આપવામાં આવતું પાણી પણ પીવા યોગ્‍ય ન હોય તે છતાં પણ વિદ્યાર્થીઓને પીવડાવવામાં આવતા હોવાનો પણ વિદ્યાર્થીના માતા-પિતા દ્વારા અને સગા તોહીજનો દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

સમગ્ર ઘટના મુદ્દે એબીવીપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને વિદ્યાર્થીઓને મુલાકાત લઇ અને જિલ્લા કલેકટરને પણ આ તમામ બાબતોની રજૂઆત કરવામાં આવી છે અને બેદરકારી બદલ ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે બાળાઓની હાલત પણ સ્‍થિર હોવાનું સુરેન્‍દ્રનગર સિવિલ હોસ્‍પિટલના સિવિલ સર્જન ડો. ચૈતન્‍ય પરમાર દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

એબીપીના કાર્યકર્તાઓ દ્વારા સુરેન્‍દ્રનગર કલેકટર કચેરી ખાતે રામધૂન યોજવામાં આવી હતી અને આ અંગે સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે.

સમગ્ર ઘટના મુદ્દે કોંગ્રેસના નેતાઓ પણ ભોગ બનેલી બાળાઓની મુલાકાતે પહોંચ્‍યા હતા ત્‍યારે ઝાડા ઉલટી પેટમાં દુખાવો સહિતના દર્દ થી હજુ પણ આ વિદ્યાર્થીનીઓ પીડાઈ રહી છે ત્‍યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના માતા પિતાને પણ મળી સાચી હકીકત જાણવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો ત્‍યારે કસ્‍તુરબા ગાંધી બાલિકા હોસ્‍ટેલના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનો સામે આવ્‍યું છે તબિયત રાત્રેથી ખરાબ હતી તે છતાં પણ વિદ્યાર્થીનીઓને હોસ્‍પિટલે લઇ જવાના આવી અને રૂમમાં બંધ કરી અને ટીકડીઓ આપી અને સમગ્ર મામલો છુપાવવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હોવાનું વાલીઓ દ્વારા કોંગ્રેસના નેતાઓના જણાવવામાં આવ્‍યું હતું ત્‍યારે કોંગ્રેસના નેતાઓએ જણાવ્‍યું છે કે તંત્રમાં સંવેદનશીલ હોય તો ગુનો દાખલ કરે નહિતર હોસ્‍ટેલના તાળા બંધી કરવામાં આવશે આ હોસ્‍ટેલમાં પીવાના પાણીની વ્‍યવસ્‍થા નથી વિદ્યાર્થીનીઓને બે કિલોમીટર દૂર ચાલીને જવું પડી રહ્યું છે ત્‍યારે રસ્‍તો પણ અત્‍યંત ખરાબ હાલતમાં છે કોઈપણ સુવિધા મળતી નથી ત્‍યારે આ અંગે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અંતે તાળા મારવાનું નોબત હોસ્‍ટેલનો સર્જાશે તેવું કોગ્રેસના નેતાઓએ જણાવ્‍યું છે.

આપ પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ માધવી રાજપૂત અને સુરેન્‍દ્રનગર લોકસભાના પ્રભારી અને પ્રદેશ પ્રવક્‍તા વિક્રમ દવે સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સિવિલ હોસ્‍પિટલની મુલાકાતે દોડી ગયા હતા. વિદ્યાર્થીનીઓ દ્વારા વેદના ઠાલવવામાં આવી હતી ત્‍યારે આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ માધવી રાજપૂતે ગંભીર સવાલ કર્યા હતા અને લાખો રૂપિયા દર મહિને ચોપડે વપરાય છે તો જાય છે કયાં?

પ્રાથમિક શિક્ષણ અધિકારી ભગીરથસિંહ રાણા દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે હોસ્‍ટેલ સંચાલકોને બેદરકારીનો આ પરિણામ છે  રસોયાને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે અને વોર્ડનને પણ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે આ અંગે એસઆઇટીની રચના કરવામાં આવી છે અને સમગ્ર રિપોર્ટ માંગવામાં આવ્‍યો છે ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્‍યારબાદ ગુનો પણ દાખલ કરવામાં આવશે. જે પણ બેદરકારી દાખવી હશે તેના છોડવામાં નહીં આવે દેખરેખ રાખવા માટે સ્‍પેશિયલ આરોગ્‍ય વિભાગની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે

(10:47 AM IST)