<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

તળાજાના બોરડી ગામે પિતાની જમીન વેંચાણના સાડા છ લાખની ચોરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૫ :..  તળાજા ના બોરડી ગામના વળદ્ધાએ દાઠા પોલીસ મથકમાં સાડા છ લાખની રોકડ રકમ ની ચોરી થયાની ફરિયાદ નોંધાવીછે.જન્‍માષ્ટમી ની રાત્રે પરિવાર કળષ્‍ણ જન્‍મોત્‍સવ ની ઉજવણી મા ગયો હતો તે સમયનો લાભ લઈને જાણભેદુ તસ્‍કરો કળાકરી ગયાહતા.

દાઠા પોલીસ મથક નીચે આવતા બોરડી ગામે દરબારગઢ ખાતે રહેતા સ્‍વરૂપબા પોલુભા સરવૈયા ઉ.વ.૬૦ એ નોંધાવેલ ફરિયાદ મુજબ ધ્રોલ તાલુકાના રાજપર ગામે પિતાની જમીન હોય તે વેચાઈ હોય તેના ભાગ પેટે રૂપિયા નવ લાખ ભાગમાં આવ્‍યાહતા.તેમાંના રૂ.૬,૫૦૦૦૦/- જે ૫૦૦ ના દરની તમામનોટ હતી તે કબાટમાં મુકયાહતા.

ચાવી ફરિયાદી પાસે હતી.ઘરે પરત ફરતા ઘરનું તાળું તૂટેલું હતું. અંદર જઈને તપાસ કરતા કબાટ નો લોકપણ તૂટેલો હતો.

આર્થીક રીતે સામાન્‍ય પરિવાર ને જમીન વેચાઈ હોય તેના રૂપિયા આવ્‍યા હોયતેના માટે મોટો આધારહતો જે અજાણ્‍યા ચોર ઈસમો ચોરીગયાછે.

આર્થિક રીતે સામાન્‍ય પરિવાર ને જમીન વેચાઈ હોય અને તેના લાખ્‍ખો રૂપિયા ઘરમાં પડ્‍યા હોવાની વાત જાણભેદુ હોવાની થીયરી સાથે પોલીસ તપાસ હાથધરી છે.ઇન્‍વેસ્‍ટિગેશન ઓફિસર રેવર એ જણાવ્‍યું હતુ કે ઘર બાદ સીધીજ વાડી આવતી હોય સાથે આ ઘરે કે વિસ્‍તારમાં કયાંય સીસીટીવી કેમેરા ન હોવાના કારણે તસ્‍કરો ની ભાળ મેળવવી મુશ્‍કેલ પડીરહી છે. (પ

(11:12 AM IST)