<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

જૂનાગઢનો સ્‍મિતેશ ભટ્ટ સ્‍કૂલ ગેમમાં નેશનલ સ્‍કૂલ સાયકલિંગ સ્‍પર્ધા રાજ્‍ય કક્ષાએ પ્રથમ

સમસ્‍ત બ્રહ્મયુવા સંગઠન દ્વારા કુલદિપ શર્માની ઉપસ્‍થિતીમાં સન્‍માન કરાયુ

ઉપરોક્‍ત તસ્‍વીરમાં સ્‍મિતેશ ભટ્ટનું સન્‍માન કરતા આગેવાનો નજરે પડે છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૬: જૂનાગઢના સ્‍મિતેશ પરેશભાઈ ભટ્ટ એ બ્રહ્મસમાજનું રાજ્‍યકક્ષાએ નામ રોશન કર્યુ છે. સ્‍મિતેશ બાળપણથી જ રમતગમતને પોતાનું લક્ષ બનાવી જૂનાગઢમાં વર્ષ ૨૦૨૪-૨૫ સ્‍કૂલ ગેમમાં જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ગુજરાત રાજ્‍યમાં પ્રથમ નંબર મેળવી ૬૮મો નેશનલ સ્‍કૂલ સાયકલિંગ ટ્રેક અંડર ૧૯ સ્‍પર્ધા રાચી ઝારખંડમાં ગુજરાત રાજ્‍યમાનું પ્રતિનિધીત્‍વ કરેલ. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૬-૨૬માં યુનિવર્સીટી ગેમમાં જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ગુજરાત નંબર મેળવી અને નેશનલ યુનિવર્સીટી સ્‍પર્ધા ઔરંગાબાદ મહારાષ્‍ટ્રમાં ગુજરાતનું પ્રતિનિધીત્‍વ કરી બ્રહ્મ સમાજનું ગૌરવ વધારી સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન ના સંસ્‍થાપક જયદેવભાઈ જોષી, કાર્તિક ઠાકર પ્રમુખ, મનિષ ત્રિવેદી, અજયભાઈ વ્‍યાસ, પારસ જોષી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના ઉપપ્રમુખ નિવૃત આઈપીએસ કુલદિપ શર્મા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, કોર્પોરેટર લલિત પણસારા સહિતનાએ શિલ્‍ડ આપી સન્‍માનિત કરી સ્‍મિતેશ ભટ્ટને અભિનંદન પાઠવાયા હતા.

(10:04 AM IST)