તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
પરિક્રમામાં સાધુવેશમાં આવેલ વંથલી પંથકનો તસ્કર ઝબ્બે
ખડીયા અને કોયલી ગામની ચોરી કબૂલી

જુનાગઢ તા. ર૧ :.. અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ રીઢો ગુનેગારો જયેશ ઉર્ફે પપ્પુ રાઠોડ રહે. ડુંગરી ગામ તા. વંથલી વાળો સાધુના વેશમાં જુનાગઢ ગાંધી ચોકમાં શંકાસ્પદ હાલતમાં આટા ફેરા મારે છે. જેથી તુરત જ ઉપરોકત પોલીસ કર્મચારીઓ દ્વારા મજકુર ઇસમને ગાંધી ચોક ખાતેથી રાઉન્ડ અપ કરી જુનાગઢ ક્રાઇ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતા પોતે પોતાનું ના જયેશ ઉર્ફે પપ્પુ ઉર્ફે જયેશગીરી સ-ઓ કાંતીલાલ રાઠોડ (ઉ.૪૦) રહે. હાલ પાવાગઢ લાલગીરી આશ્રમમ મહાકાળી મંદિર નીચે લીફટની બાજુમાં વાળો હોવાનું જણાવેલ.
મજકુર ઇસમની વધુ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા મજકુર ઇસમે આશરે એક મહિના પહેલા માણાવદર તાલુકાના ખડીયા ગામે ઘરમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ તેજ આશરે દોઢ બે મહિના પહેલા વંથલી તાલુકાના કોયલી ગામેથી પ્યાગો રીક્ષાની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા મજકૂર ઇસમને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
ક્રાઇમ બ્રાન્ચના પો. ઇ. બી. જી. ચેતરીયા, પો. સ. ઇ. ડી. કે. પટેલ, એએસઆઇ એસ. કે. સોલંકી, પો. હેઙ કો. સાહિલ સમા, જયદિપ કનેરીયા, ભરત સોલંકી જયેશ બાંભણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
