તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ધ્રોલના લતીપરમાં તસ્કરોનો તરખાટ! વાડીના ગોડાઉનનું તાળું તોડી ૪૦ મણ કપાસની ચોરી.
લતીપરથી પીઠળ જવાના રસ્તા પર આવેલી વાડીના ગોડાઉનનું તાળું તોડી તસ્કરો રૂ. ૭૨ હજારની કિંમતનો કપાસ ઉસેડી ગયા

ધ્રોલ તાલુકાના લતીપર ગામે તસ્કરોએ ખેડૂતની વાડીમાં હાથફેરો કરી ૪૦ મણ કપાસની ચોરીની ફરીયાદ નોંધાઈ છે લતીપરથી પીઠળ જવાના રસ્તા પર આવેલી વાડીના ગોડાઉનનું તાળું તોડી તસ્કરો રૂ. ૭૨ હજારની કિંમતનો કપાસ ઉસેડી ગયા હતા. સવાર પડતાં ચોરીની જાણ થતાં ખેડૂત હિતેશભાઈ અરજણભાઈ રામાણીએ ધ્રોલ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.( સંજય ડાંગર ધ્રોલ )
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
