<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

જામકંડોરણામાં એકસામટા ૧૦થી વધુ ખેતરમાં તસ્‍કરો ત્રાટકયા, પટ્ટી કેબલની ચોરીઃ ખેડૂતોમાં દેકારો

ફોફળનદી કાંઠે, સારણ નદીકાંઠે, બોરીયા ગામની સીમ સહિતના વિસ્‍તારમાં ચોરીઃ ભેદ ઉકેલવા પોલીસની કવાયત

 

 

રાજકોટ તા.૮: જામકંડોરણા વિસ્‍તારમાં ફોફળનદી કાંઠે, સારણ નદીના કાંઠે અને બોરીયા ગામની સીમ સહિતના વિસ્‍તારોમાં વાડીમાંથી આશરે ૮ થી ૧૦ કરતા વધૂ ખેતરમાં ત્રાટકી તસ્‍કરોએ વાયરોની ચોરી કર્યાની જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો દાખલ કરી ગુનાનો ભેદ ઉકેલવા કવાયત શરૂ કરી છે.

આ મામલે જામકંડોરણા પોલીસ મથકના એએસઆઇ એ.એચ. ગોહેલ જામકંડોરણાના  ડંકી ચોક પાસે રહુેતા કાંતીભાઇ ભગવાનજીભાઇ બાલઘા (ઉ.વ.૬૩)ની ફરીયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો. જાણવા મળ્‍યા મુજબ કાંતીભાઇ અને તેના ભાઇ વિનોદભાઇ બાલઘાની વાડીમાં ઘૂસી તસ્‍કરો ૫૦ ફુટ જેટલો પ હજારની કિમંતના પટ્ટી કેબલ વાયરની ચોરી કરી હતી. આ ઉપરાંત ફોફળનદીના કાંઠે, સારણ નદીના કાંઠે, બોરીયા ગામની સીમ અને અન્‍ય સ્‍થળ સીમ વિસ્‍તાર મળી કુલ ૧૦ થી  વધુ ખેતરમાંથી પણ તસ્‍કરોએ ૧૦ થી ૮૦ ફુટ જેટલા વાયરો કાપી ચોરી કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ટુંક સમયમાં ગુનાનો ભેદ ઉકેલાઇ જવાની પોલીસે શકયતા વ્‍યકત કરી છે

(3:22 PM IST)