News of Saturday, 2nd May 2026
મુન્દ્રા પોર્ટ ઉપર ટોયલેટ ટીસ્યુના નામે નકલી વિદેશી સિગારેટની દાણચોરી: સિંગાપુરથી આવેલ ૨૦ કરોડનો જથ્થો સીઝ
પોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સમાં તેમને સાથ આપનાર કસ્ટમ હાઉસ એજન્ટો સામે પણ દેશદ્રોહના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવે તો જ આવી દાણચોરીની પ્રવૃત્તિઓ ઉપર બ્રેક આવશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : અમદાવાદ ઝોનલ ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ ઉપરથી સિગારેટની દાણચોરીનો ૨૦ કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડયો છે. કેન્દ્ર સરકારની ઉદાર આયાત નિકાસ નીતિઓનો લાભ લઈ વ્હાઇટ કોલર દાણચોરો દ્વારા દાણચોરી કરવાની પ્રવૃત્તિ સતત ચાલુ જ છે. સિંગાપોરથી ટોયલેટ પેપરની જગ્યાએ આવેલ ૧૯.૮૭ કરોડની આ વિદેશી સિગારેટનો તમામ જથ્થો નકલી હોવાનું જાણવા મળે છે. આ જથ્થો ઉત્તરપ્રદેશના દાદરી જવાનો હતો. કન્ટેનરમાં રહેલ ૮૩ લાખ ગોલ્ડ ફ્લેક સિગારેટો નકલી છે. દાણચોર ગદ્દાર તત્વો આવી દેશદ્રોહી પ્રવૃત્તિ અન્ય લોકોના ડમી નામે ચલાવતા હોય છે જ્યારે પોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સમાં તેમને સાથ આપનાર કસ્ટમ હાઉસ એજન્ટો સામે પણ દેશદ્રોહના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવે તો જ આવી દાણચોરીની પ્રવૃત્તિઓ ઉપર બ્રેક આવશે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
