News of Wednesday, 23rd September 2026
મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલા સિસો થાઈ સ્પા પર SOG નું ચેકિંગ.
6 સ્પા વર્કરની પોલીસ નોંધ ન કરાવવા અને CCTV રેકોર્ડિંગ ન રાખવા બદલ મિઝોરમના સ્પા મેનેજર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી એસ.ઓ.જી. (SOG) ની ટીમે ટીંબડી ગામની સીમમાં અશ્વમેઘ હોટલ સામે આવેલા ઓરબિટ-2 કોમ્પલેક્ષમાં ચાલતા 'સિસો થાઇ સ્પા' માં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન સ્પાના સંચાલક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોવાનું સામે આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે તારીખ 23/09/2026 ના રોજ બપોરે 2:00 વાગ્યાના અરસામાં મોરબી SOG ના કોન્સ્ટેબલ રમેશભાઈ રાજાભાઈ મુંધવા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ટીંબડી ગામની સીમમાં ઓરબિટ-2 કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલા 'સિસો થાઈ સ્પા' માં જઈને તપાસ ક૨તા કાઉન્ટર પ…
[10:31 pm, 23/9/2026] pravinbhai vyas: કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત ૪ લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા.
નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ ની કલમ ૫(૧)(c) હેઠળ કાયમી નાગરિકત્વ મળતાં હવે ભારતીય નાગરિક તરીકેના તમામ લાભો મેળવી શકશે.
મોરબી જિલ્લામાં લોંગ ટર્મ વિઝા (LTV) પર વસવાટ કરતા પાકિસ્તાનના લઘુમતી (હિન્દુ) સમુદાયના નાગરિકો માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકત્વ એનાયત કરવાની દિશામાં ઝડપી અને સકારાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ભારતીય નાગરિકતા અધિનિયમ-૧૯૫૫ ની કલમ ૫(૧)(c) હેઠળ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મૂળ પાકિસ્તાનથી આવેલા પ્રેમસિંઘ નેતસિંઘ, સવાઈ રોહસિંઘ, કિર્શનસિંહ રોહસિંઘ અને પરતાબસિંહ કાનજી એમ કુલ ૪ વ્યક્તિઓને ભારતીય નાગરિકતાના કાયમી પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. કાયમી નાગરિકત્વ મળતાં જ આ ચારેય વ્યક્તિઓ હવેથી ભારતીય નાગરિક તરીકેના તમામ સરકારી લાભો અને અધિકારો મેળવવા માટે હકદાર બન્યા છે.
પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે જિલ્લા કલેક્ટર દ્વારા નવા સીએએ (CAA) પોર્ટલ પર કરાયેલી પેન્ડિંગ અરજીઓનો ત્વરિત અને યોગ્ય નિકાલ કરવા ખાતરી આપવામાં આવી હતી. આ સાથે જ અરજદારોને મૂંઝવતા વહીવટી પ્રશ્નો અંગે પણ પ્રત્યક્ષ ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓનો કલેક્ટરે સંવેદનશીલતાથી નિકાલ લાવતા તમામ લાભાર્થીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
