તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Sunday, 11th October 2026
કચ્છના મોટા કાંડાગરામાં SOGએ દરોડો પાડી 31 કિલો ગાંજો ઝડપી પાડ્યો:બિહારના બે શખ્સોને દબોચી લીધા
આરોપીઓ પાસેથી ગાંજો અને મોબાઈલ સહિત કુલ રૂ. 15.59 લાખનો મુદ્દામાલ જપ્ત

કચ્છના મોટા કાંડાગરામાં SOGએ દરોડો પાડી 31 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. વેસ્ટ કચ્છમાં ‘નો ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. લેબર કોલોનીની એક ઓરડીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે બિહારના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ગાંજો અને મોબાઈલ સહિત કુલ રૂ. 15.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની વિગતો સામે આવી શકે છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
