News of Friday, 22nd May 2026
જામનગરમાં એસ.ઓ.જી.નું મેગા સર્ચ ઓપરેશન
નશીલા પદાર્થોના વેપાર અને આતંકવાદી પ્રવળત્તિના ઈનપુટને પગલે પોલીસ સતર્ક, ધાર્મિક તહેવારો પહેલા જાહેર સ્થળો પર નાર્કોટિક્સ ડોગની મદદથી તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના નિર્લિપ્ત રાય દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર સંપૂર્ણ રોક લગાવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ શહેરના પ્રવેશદ્વારો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના ભીડભાડવાળા જાહેર સ્થળોએ નશાકારક પદાર્થ તથા અસામાજિક પ્રવળત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાનો આદેશ આપ્યો હતો.
હાલમાં દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓ અંગેના ઈનપુટ મળી રહ્યા છે અને નજીકના સમયમાં અનેક મોટા ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. આ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીની સીધી સૂચના હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા એ.વી. ખેર સહિત એસ.ઓ.જી. સ્ટાફના માણસો અને ડોગ સ્કોડની ટીમે સંયુક્ત રીતે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
આ ચેકીંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર, એ.વી. ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફની ટીમ સાથે નાર્કોટિક્સ ડોગ અને ડોગ હેન્ડલર વિરભદ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા. આ સંયુક્ત ટીમ દ્વારા હાપા રેલવે સ્ટેશન, ગાંધીનગર રેલવે સ્ટેશન, સાત રસ્તા સર્કલ, રીક્ષા સ્ટેન્ડ તેમજ એસ.ટી. બસ સ્ટેશનની આજુબાજુમાં આવેલ તમામ લારી-ગલ્લા, પાનના ગલ્લા, નાસ્તાની દુકાનો અને જુદી જુદી ખાનગી કુરિયર સર્વિસની ઓફિસોનું બારીકાઈથી ચેકીંગ કરવામાં આવ્યું હતું. ડોગ સ્કોડની મદદથી સામાન, પાર્સલ અને શંકાસ્પદ જગ્યાઓની તલાશી લેવામાં આવી હતી.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
