<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સુરેન્દ્રનગરમાં દિવાળી પહેલાં ખાદ્ય પદાર્થોના વેપારીઓ પર તંત્રની વિશેષ ડ્રાઇવ: 60 પેઢીમાં તપાસ: 10 પેઢીઓને નોટિસ ફટકારાઇ

80 કિલો વાસી અને અખાદ્ય મીઠાઈ-ફરસાણનો જથ્થો નાશ કરાયો. 171 કિલો મીઠાઈનો જથ્થો તંત્ર દ્વારા સીઝ કરાયો:સ્થળ પર જ 40 નમૂનાઓનું ટેસ્ટિંગ:ચોટીલા અને લખતરના સરકારી અનાજ ગોડાઉનમાં પણ તપાસ.

સુરેન્દ્રનગરમાં દિવાળી પહેલાં ખાદ્ય પદાર્થોના વેપારીઓ પર તંત્રની વિશેષ ડ્રાઇવ શરૂ થઇ છે જેમાં મીઠાઈ, ફરસાણ અને નમકીનની 60 પેઢીમાં તપાસ કરાઈ હતી . અલગ-અલગ ખાદ્ય પદાર્થોના 97 નમૂના લેવામાં આવ્યા હતા . 80 કિલો વાસી અને અખાદ્ય મીઠાઈ-ફરસાણનો જથ્થો નાશ કરાયો હતો જયારે . 171 કિલો મીઠાઈનો જથ્થો તંત્ર દ્વારા સીઝ કરાયો હતો  સીઝ કરાયેલા મીઠાઈના જથ્થાની કિંમત રૂ. 29,949 હતી  નિયમોનું ઉલ્લંઘન કરતી 10 પેઢીઓને નોટિસ ફટકારાઈ છે  ફૂડ સેફ્ટી વાન દ્વારા સ્થળ પર જ 40 નમૂનાઓનું ટેસ્ટિંગ કરાયું હતું 

 બીજીતરફ ચોટીલા અને લખતરના સરકારી અનાજ ગોડાઉનમાં પણ તપાસ કરાઈ હતી  ઘઉં, ચોખા, ચણા, મીઠું અને તુવેરદાળના નમૂના લેવાયા હતા  ડિમાર્ટ અને બ્લિંકિટ સહિત 10 શોપિંગ મોલની તપાસ હાથ ધરાઈ હતી  તમામ નમૂનાઓ ભુજ-કચ્છની સરકારી લેબોરેટરીમાં મોકલાયા હતા . સુરેન્દ્રનગર અને ચોટીલામાં 200થી વધુ વેપારીઓને તાલીમ અપાઈ છે  વેપારીઓને વિનામૂલ્યે હાઇજીન કિટ અને ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ અપાયાં હતા .

(6:53 PM IST)