News of Sunday, 8th November 2026
મોરબીના આર્ય સમાજ ખાતે મહર્ષિ દયાનંદજીની 143મી નિર્વાણ તિથિ નિમિત્તે વિશેષ યજ્ઞ યોજાયો.
લખધીરવાસ સ્થિત આર્ય સમાજમાં તમામ સભ્યોએ યજ્ઞ દ્વારા મહર્ષિ દયાનંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના લખધીરવાસ વિસ્તારમાં આવેલ આર્ય સમાજ ખાતે આજ રોજ મહર્ષિ દયાનંદજીની 143મી નિર્વાણ તિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્ય સમાજ - લખધીરવાસ ખાતે આજે સવારે 9.30 થી 11.00 વાગ્યા દરમિયાન આર્ય સમાજના તમામ સભ્યોએ સાથે મળીને વિશેષ યજ્ઞ દ્વારા મહર્ષિ દયાનંદજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
