<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

પોરબંદર જિલ્લામાં દિવ્‍યાંગ ખેલાડીઓ માટે સ્‍પેશીયલ ખેલ મહાકુંભઃ નામ નોંધવા શરૂ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૧૯, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્‍યાંગ ખેલાડીઓ માટે સ્‍પે. ખેલમહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્‍યું છે.

સ્‍પે. ખેલમહાકુંભ-૨૦૨૬ માટેનું ઓફલાઈન રજીસ્‍ટ્રેશનતા.૩૦ ઓકટોમ્‍બર ૨૬ સુધી કરી શકાશે. ખેલાડીઓનું રજીસ્‍ટ્રેશન તેમની દિવ્‍યાંગતાની કેટેગરી મુજબ સંબંધિત સંસ્‍થા દ્વારા કરવામાં આવશે. સ્‍પે. ખેલમહાકુંભ-૨૦૨૬માં દિવ્‍યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ ચાર કેટેગરીમાં યોજાશે.

સ્‍પેશયલ ખેલ મહાકુંભ માનસિક ક્ષતિગ્રસ્‍ત (પ્‍ય્‍), શારીરિક ક્ષતિગ્રસ્‍ત, અંધજન તથા શ્રવણ મંદ ક્ષતિગ્રસ્‍ત  ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. સ્‍પે.ખેલમહાકુંભ-૨૦૨૬માં એક ખેલાડી એક જ જિલ્લામાં વધુમાં વધુ બે રમતોમાં ભાગ લઈ શકશે. દિવ્‍યાંગ ખેલાડીઓ માટેની સ્‍પર્ધાઓ જિલ્લાકક્ષા તેમજ રાજ્‍યકક્ષાએ યોજાનાર છે.

 જિલ્લામાં તા.૩૦ ઓક્‍ટોબર,  સુધી સ્‍પે. ખેલમહાકુંભ-૨૦૨૬નું ઓફલાઈન રજીસ્‍ટ્રેશન શરૂ કરવામાં આવ્‍યું છે. ત્‍યારે જિલ્લાના વધુમાં વધુ દિવ્‍યાંગ ખેલાડીઓ સ્‍પે. ખેલમહાકુંભમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમત પ્રતિભા દર્શાવે તેવી અપીલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, પોરબંદર દ્વારા એક યાદીમાંકરવામાં આવી છે.

(2:02 PM IST)