<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

જામનગરમાં રાત્રે સ્‍પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ, ડ્રિંક એન્‍ડ ડ્રાઈવ સહિત ૧૦૪ વાહનચાલકો સામે કાર્યવાહીઃ રૂ.૫૧,૮૦૦ દંડ વસૂલાયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી કાર્યવાહી, બ્‍લેક ફિલ્‍મના ૪૬, નંબર પ્‍લેટ વગરના ૨૩, ફેન્‍સી નંબર પ્‍લેટના ૧૨ અને એમ.વી. એક્‍ટ હેઠળ ૧૫ વાહન ડિટેઈન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય સાહેબ (ત્‍ભ્‍લ્‍) નાઓએ તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની  (ત્‍ભ્‍લ્‍) નાઓ દ્વારા જામનગર જિલ્લામાં રાત્રી દરમ્‍યાન ‘સ્‍પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ'નું આયોજન કરી વધુ લોકોની અવર જવર રહેતી હોય તેવી જગ્‍યાઓએ વાહન ચેકીંગની કાર્યવાહી હાથ ધરી, હથિયાર ધારાના કેસ, ડ્રિંક એન્‍ડ ડ્રાઈવના કેસ, ફુલ સ્‍પીડમાં વાહન ચલાવવા અંગેના કેસ, ટ્રાફિકને અડચણ રૂપ અંગેના કેસ, કાળા બ્‍લેક ફિલ્‍મ, નંબર પ્‍લેટ વગરના તથા ફેન્‍સી નંબર પ્‍લેટ વાળા વાહન ચાલકોને ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ. જેથી જામનગર જિલ્લા પોલીસ દ્વારા તા. ૧૭/૧૧/૨૦૨૬ ના રોજ સ્‍પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ દરમ્‍યાન નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ. ૧) ડ્રિંક એન્‍ડ ડ્રાઈવ હેઠળના કેસો - ૦૪ - ૨)બી.એન.એસ. કલમ ૨૮૧ (બેફિકરાઈથી વાહન ચલાવવા) હેઠળના કેસો - ૦૪ - ૩) બી.એન.એસ. કલમ ૨૮૫ (વાહન અડચણ રૂપ) હેઠળના કેસો - ૦૪, ૪) એમ.વી. એક્‍ટ કલમ ૨૦૭ હેઠળ ડિટેઈન કેસો - ૧૫,   ૫) બ્‍લેક ફિલ્‍મ લગાડેલના કેસ - ૪૬, ૬)નંબર પ્‍લેટ વગરના કેસ - ૨૩,  ૭)ફેન્‍સી નંબર પ્‍લેટના કેસ - ૧૨,  ૮) હાજર દંડ કુલ રૂ. ૫૧,૮૦૦/.

આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક  લાલપુર વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ / ગ્રામ્‍ય વિભાગ તથા એલ.સી.બી. ના પોલીસ ઈન્‍સપેક્‍ટરના સુપરવિઝન હેઠળ જામનગર જિલ્લા પોલીસ સ્‍ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:19 PM IST)