News of Thursday, 12th November 2026
દ્વારકામાં ભાઈબીજે ગોમતી ઘાટે દીપદાનનો અદભુત નજારો : નાનાથી માંડી વૃદ્ધ મહિલાઓએ ભાઈના દીર્ઘાયુ માટે ગોમતીના નીરમાં દીવડા તરાવ્યા
તીર્થ સ્નાન કરી પ્રવાસી અને સ્થાનિક ભાઈ-બહેનોએ ગોમતી માતાની મહાઆરતીમાં ભાગ લીધો, જગતમંદિરે શ્રી દ્વારકાધીશના વિશેષ શ્રુંગાર દર્શનનો લાભ લીધો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે દ્વારકામાં ગોમતી ઘાટે અનેરો ભક્તિભાવ જોવા મળ્યો હતો. તીર્થ સ્નાન કરી પ્રવાસી અને સ્થાનિક ભાઈ-બહેનોએ સાથે ગોમતીના નીરમાં દિવડા તરતા મૂકવાની પરંપરા નિભાવી હતી. નાનીથી માંડી વૃદ્ધ મહિલાઓએ પણ ભાઈબીજ નિમિત્તે ગોમતી ઘાટે દિવડાઓ તરાવી પોતાના ભાઈઓને કદી યમનું તેડું ન આવે અને ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતા નદીના જળમાં દીવડાઓ તરાવ્યા હતા.
સાંજ પડતા જ ગોમતી નદીમાં તમામ ઘાટ પરના નીરમાં દીવડાઓ તરતા જોવા એ પ્રકૃતિનો અદમ્ય નજારો જોવા મળ્યો હતો. સેંકડો દીવડાઓના પ્રકાશથી ગોમતીનું જળ ઝગમગી ઉઠ્યું હતું અને સમગ્ર ઘાટ ભક્તિમય વાતાવરણમાં ડૂબી ગયો હતો.
ભાવિકોએ જગતમંદિર અને ખાસ ગોમતી માતાના દર્શન કરી ગોમતી ઘાટ પર યોજાતી ગોમતી માતાની મહાઆરતીમાં જોડાઈ શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા હતા. ત્યારે સાંજે શ્રદ્ધાળુઓએ મહાઆરતી, દીપદાન સાથે જગતમંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશના વિશેષ શ્રુંગાર દર્શનનો લાભ લીધો હતો.
ભાઈ-બહેનના પવિત્ર સંબંધના આ પર્વે દ્વારકા નગરી ભક્તિ, શ્રદ્ધા અને પ્રકાશથી ઝળહળી ઉઠી હતી.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
