News of Wednesday, 18th November 2026
મીઠાપુરમાં શ્રી જલારામ જયંતિની શાનદાર ઉજવણીઃ વિવિધ ધાર્મિક આયોજનો

મીઠાપુર, તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔધોગિક શહેર મીઠાપુર નજીક આવેલ આરંભડા સ્થિત શ્રી જલારામ મંદિરે જલારામ જયંતિ ની શાનદાર ઉજવણી કરવામાં આવી. કે જેમાં જલારામ જયંતિ ની પૂર્વ સંઘ્યાએ સમૂહ પ્રસાદી ઉપરાંત દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જલારામ જયંતિના દિવસે સવારે નૂતન ધ્વજારોહણ, રંગોળી, બપોરે ભવ્ય અન્નકૂટ, શોભાયાત્રા તેમજ રાત્રે સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક રઘુવંશી સમાજના પરિવારોએ સહપરિવાર આ દરેક ધાર્મિક પ્રસંગને માણ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
