News of Friday, 1st May 2026
ગીર જંગલના ખજૂરી નેસ વિસ્તારમાં યોજાનારા ‘સંસ્કૃતિ દર્શન’ કાર્યક્રમને લઈને ઉભો થયેલો વિવાદ બાદ અંતે કાર્યક્રમ રદ્દ કરાયો
સ્ટના પ્રમુખ મનસુખ સુવાગિયાએ જણાવ્યું કે આ કાર્યક્રમ મનોરંજન માટે નહીં પરંતુ ગીરના ગાય-ભેંસોના સંવર્ધન અને માલધારી વિકાસ માટે યોજવામાં આવી રહ્યો હતો.

અમરેલી જિલ્લામાં આવેલા ગીર જંગલના ખજૂરી નેસ વિસ્તારમાં યોજાનારા ‘સંસ્કૃતિ દર્શન’ કાર્યક્રમને લઈને ઉભો થયેલો વિવાદ અંતે કાર્યક્રમ રદ્દ થવામાં ફેરવાયો છે. પત્રિકા વાયરલ થતા ઉભેલા વિરોધ બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો.
આ વિવાદ અંગે ટ્રસ્ટના પ્રમુખ મનસુખ સુવાગિયાએ નિવેદન આપતા જણાવ્યું કે આ કાર્યક્રમ મનોરંજન માટે નહીં પરંતુ ગીરના ગાય-ભેંસોના સંવર્ધન અને માલધારી વિકાસ માટે યોજવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે ગીર જંગલ માલધારી વિકાસ સંઘ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ સકારાત્મક હતો. તેમના જણાવ્યા મુજબ, “સારો ઉદ્દેશ હતો અને રાજભા આ વિસ્તારના હોવાથી ભજન-દુહા ગાવાના હતા.” તેમણે વિરોધ કરનાર લોકો પર આક્ષેપ કરતા કહ્યું કે જે લોકો એક વૃક્ષ પણ વાવ્યું નથી તેઓ જ વિરોધ કરે છે. સાથે જ તેમણે ઉમેર્યું કે તેમના પરિવારના સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના ન હતા. સમગ્ર મામલે હવે સ્થાનિક સ્તરે ચર્ચા વધુ તેજ બની છે
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
