<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

હીરાસર એરપોર્ટથી હજ યાત્રિકો માટે સીધી ફલાઇટ શરૂ કરો

જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે કરી માંગણી

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા.૧૯: રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે થી હજ પઢવા જનાર હાજીઓ માટે ડાયરેક્‍ટ સાઉદી અરેબિયા ખાતેના મક્કા મદીનાની ફ્‌લાઈટ શરૂ કરવા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે કેન્‍દ્રીય ઉડયન મંત્રી અને મુખ્‍યમંત્રીને રજૂઆત કરી માંગણી કરેલ છે. આ રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્‍દ્રનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવનગર,બોટાદ,સહિતના જિલ્લા વિસ્‍તારો માંથી દર વર્ષે મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ સમાજના લોકો હજ પઢવા માટે જાય છે તેઓને અમદાવાદ અથવા મુંબઈ એરપોર્ટ ખાતે જાવું પડે છે જેથી અવર જવરમાં અને પોતાનો સામાન હેર ફેરમાં લોકોને બહુજ મુશ્‍કેલી પડે છે. આ હીરાસર એરપોર્ટ પર થી આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઇટ શરૂ કરવામાં આવે તો આ રાજકોટ હીરાસર એરપોર્ટનું વિશ્વના દેશોમાં નામના વધશે અને દરેક સમાજના લોકોને પણ પોતાના ધંધા વ્‍યવસાય માટે ખૂબ જ ઉપયોગી બનશે અવર જવરમાં પણ સારો ફાયદો મળશે અને સૌરાષ્‍ટ્ર કાઠિયાવાડનો વિશ્વમાં ડંકો જોવા મળી શકે છે.

(10:39 AM IST)