<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

પોરબંદર જિલ્લામાં લાભાર્થીઓના સસ્‍તા અનાજનું ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે

જિલ્લા પુરવઠા અધિકારી જયોતિબેન આર.ગોહિલે જણાવેલ કે પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓએ સ્‍વૈચ્‍છાએ કાર્ડ નોન-એન એફએસમાં કરાવી લેવું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૬: જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જ્‍યોતિ બેન  આર. ગોહેલ જણાવ્‍યું હતું કે, કેટલાક કાર્ડધારકો જરૂરિયાત મુજબ મળતો અનાજનો જથ્‍થો પોતાના ઉપયોગમાં લેવાને બદલે બજારમાં અથવા રિક્ષા મારફતે ગેરકાયદે વેચાણ કરી રહ્યા હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું છે.

જોઆવી ગેરરીતિઓ ધ્‍યાને આવશે તો સંબંધિત લાભાર્થીઓના એનએફએસએ કાર્ડને નોન-એનએફએસએ કેટેગરીમાં રૂપાંતરિત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકારી રાહે વસુલાતની કામગીરી કરવામાં આવશે અને તેમને એનએફએસએ હેઠળ મળતા લાભો બંધ કરવામાં આવશે તેમણે જિલ્લાના નાગરિકો એનએફએસએ યોજનાની પાત્રતા ધરાવતા ન હોય તેઓને સ્‍વૈચ્‍છિક રીતે  મામલતદાર કચેરીનો સંપર્ક કરી રેશનકાર્ડ નોન-એનએફએસએ કેટેગરીમાં રૂપાંતરિત કરાવી લેવા અપીલ કરી છે.

 જિલ્લા પુરવઠા અધિકારી જયોતિબેન એ જણાવેલ કે સરકારશ્રી દ્વારા ટૂંક સમયમાં સીબીડીસી  યોજનાનો કડક અમલ કરવામાં આવનાર છે. આ અંતર્ગત રેશનકાર્ડના વ્‍હાઇટ લિસ્‍ટિંગ અને ઓનર્બોડિંગની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભવિષ્‍યમાં અનાજનું વિતરણ સીબીડીસી  મારફતે જ કરવામાં આવનાર હોવાથી તમામ લાભાર્થીઓએ પોતાની સસ્‍તા અનાજની દુકાન  ગામના વિલેજ કમ્‍પ્‍યુટર એન્‍ટરપ્રેન્‍યોર ( અથવા સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરી જરૂરી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરાવવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(1:17 PM IST)