News of Wednesday, 12th August 2026
ગુનાહીત ઇતિહાસ ધરાવતા કચ્છના અંજારના માથાભારે શખ્સોના દબાણ વિરૂધ્ધ તંત્રની કડક કાર્યવાહી : ૧ કરોડની જમીન મુક્ત કરાઇ
અસામાજિક તત્વો દ્વારા કરાયેલ જમીન દબાણ સામે કચ્છના વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા કડક પગલા : પાંચ જેટલા મકાનોનું દબાણ દુર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ-કચ્છ ચિરાગ કોરડીયા, પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લાનાં પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ-કચ્છ જીલ્લાના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન, છેતરપીડી,ધાક ધમકી, ચોરી, એન.ડી.પી.એસ, જુગાર ધારા, પશુ અત્યાચાર એક્ટ મુજબના ગુનાહીત ઇતિહાસ ધરાવતા આરોપીઓએ શેખ ટીંમ્બા વિસ્તાર અંજાર ખાતેના આશરે એક કરોડ જેટલી કિંમતના ગેરકાયદેસરના પાંચ જેટલા મકાનોનું દબાણ દુર કરી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહિ કરવામાં આવેલ છે.
(૧) શબીર ઉર્ફે પિચ્છુ સુલતાનશા શેખ રહે, હેમલાઈ ફળીયુ અંજાર (છેતરપીડી,ધાક ધમકી), (૨) મહમદ ઉર્ફે પોપટ અબ્દુલ સતાર કકલ રહે. ગરાસીયા ફળીયુ, શેંખટીંબો અંજાર, (ચોરી ,એન.ડી.પી.એસ)
(૩) અબ્બાસ ઈબ્રાહીમ શેખ રહે. હેમલાઈ ફાળીયુ બાપુની દરગાહ સામે અંજાર (ધાક ધમકી , જુગાર ધારા)
(૪) કાસમ ઉર્ફે ભુરો જુસબશ શેખ રહે. હેમલાઈ ફાળીયુ અંજાર (પશુ અત્યાચાર એક્ટ), (૫) અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખ રહે. હેમલાઈ ફળીયુ, અંજાર (છેતરપીંડી).અસામાજિક તત્વો દ્વારા કરાયેલ જમીન દબાણ સામે કચ્છના વહીવટીતંત્ર તેમ જ પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં ભરાઇ રહ્યા છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
