News of Tuesday, 23rd June 2026
ગીરગઢડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો
ધોકડવા, જસાધાર, વડલી, નીતલી, ચીખલકુબા, મોતીસર અને નગડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ: ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદને કારણે ક્યાંક રસ્તાઓ પર પાણી ફરી વળ્ય

હવામાન વિભાગની આગાહી પગલે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના ગીરગઢડા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતા સમગ્ર પંથક લીલોછમ અને ખુશનુમા બની ગયો છે.
હવામાન વિભાગની અગાઉની આગાહી મુજબ જ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે. ખાસ કરીને ગીરગઢડા તાલુકાના અનેક ગામોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તાલુકાના ધોકડવા, જસાધાર, વડલી, નીતલી, ચીખલકુબા, મોતીસર અને નગડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે ક્યાંક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, તો ક્યાંક વાતાવરણમાં ભારે આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી.
છેલ્લા કેટલાય દિવસોથી ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાનો સામનો કરી રહ્યા હતા. સવારથી જ સૂર્યનારાયણનો પ્રકોપ અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણ પલટાતા અને મેઘરાજા મન મૂકીને વરસતા સ્થાનિક લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. સમગ્ર પંથકનું તાપમાન ગગડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
