News of Wednesday, 4th November 2026
પોરબંદરમાં વિદ્યાર્થીઓને ‘‘સ્ટાર્ટઅપ'' માટે પ્રોત્સાહન

પોરબંદરઃ જૂનાગઢ કળષિ યુનિવર્સિટી સંલગ્ન અસ્પી કળષિ મહાવિદ્યાલય, પોરબંદર જિલ્લાના ખાપટ ખાતે કળષિ મહાવિદ્યાલય, જૂ.કળ.યુ., જૂનાગઢ) તથા પ્લેસમેન્ટ સેલ (અસ્પી કળષિ મહાવિદ્યાલય, ખાપટ)ના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ વિષય હેઠળ એક દિવસીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક સંપદા અધિકારો અંગે જાગળતિ લાવવા સાથે કળષિ ક્ષેત્રમાં રહેલી સ્ટાર્ટઅપ તકો વિશે માર્ગદર્શન પૂરું પાડી નવા વિચારોને વ્યવસાયિક રૂપ આપવાનો હતો. કળષિ ક્ષેત્રના વર્તમાન પડકારો સામે યુવા વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઇડિયા કઈ રીતે ઉપયોગી બની શકે અને રાજ્ય સરકારની એસએસઆઈપી ૨.૦ પોલિસી હેઠળ વિદ્યાર્થીઓ કેવી રીતે સહાય મેળવી શકે તે અંગે તજજ્ઞો દ્વારા વિસ્તળત છણાવટ કરવામાં આવી હતી. જુનાગઢ કળષિ યુનિર્વસિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. પી. ડી. કુમાવત, ડો. એચ. આર. વદર, ડો. સી. ડી. લખલાણી, ડો. બી. સ્વામિનાથન અને ડો. હિરેન ઢોલરિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું તે તસ્વીર (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
