<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જસદણમાં કોટડીયા હોસ્‍પિટલમાં હૃદયની બીમારી ધરાવતી સગર્ભા માતાનું સફળ ઇમરજન્‍સી સિઝેરિયન

(હિતેશ ગોસાઈ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૧૩: જસદણમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ્‍યારે લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, ત્‍યારે જસદણની કોટડીયા હોસ્‍પિટલના તબીબોએ માનવતા અને કર્તવ્‍યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

હૃદય સંબંધિત બીમારી ધરાવતી અને હૃદયના ધબકારા ખૂબ વધી ગયેલી એક સગર્ભા માતાને ઇમરજન્‍સીમાં હોસ્‍પિટલ લાવવામાં આવી હતી. પરિસ્‍થિતિની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને તાત્‍કાલિક ઇમરજન્‍સી સિઝેરિયન કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. ગાયનેકોલોજિસ્‍ટ અને લેપ્રોસ્‍કોપી સર્જન ડો. કાર્તિક હિરપરા તથા એનેસ્‍થેટિસ્‍ટ ડો. મયૂર ભુવા અને એમની ટીમના સંકલનથી સફળતાપૂર્વક સિઝેરિયન કરવામાં આવ્‍યું હતું. હાલ માતા અને બાળક બંને સ્‍વસ્‍થ છે.

તહેવારના દિવસે પણ પોતાના પરિવાર અને ઉજવણી કરતાં દર્દીની સેવા અને જીવનરક્ષાને પ્રાથમિકતા આપનાર તબીબોની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે. માતાના પરિવારજનોએ ડો. પંકજ કોટડીયા તથા હોસ્‍પિટલની ટીમનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(11:31 AM IST)