<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

એકાએક ઠંડીએ પકડી સ્પીડ : નલીયામાં 11 ડિગ્રી સાથે ઠંડીનો જોરદાર ચમકારો

અમરેલી 12.8, ગાંધીનગર 12.3 અને રાજકોટમાં 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું : અનેક શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ પહોંચતાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ વધ્યો : અમદાવાદમાં 15.5, વડોદરામાં 15.4 અને ડીસામાં 18.6 ડિગ્રી તાપમાન : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડકનો માહોલ

રાજકોટ : રાજ્યમાં ઠંડીએ જાણે એકાએક સ્પીડ પકડી હોય તેમ લઘુતમ તાપમાનમાં ઠંડકનો અહેસાસ વધી રહ્યો છે. ખાસ કરીને નળિયામાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાતાં કચ્છમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળ્યો છે. બીજી તરફ અમરેલીમાં 12.8, ગાંધીનગરમાં 12.3 અને રાજકોટમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાતાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ વધ્યો છે.
રાજ્યના અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં 15.5, વડોદરામાં 15.4, ડીસામાં 18.6, ભૂજમાં 18.3, દ્વારકામાં 18.2, કંડલામાં 19.8, સુરતમાં 19.8, સુરેન્દ્રનગરમાં 17.0 અને દમણમાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાન પરથી સ્પષ્ટ થાય છે કે વહેલી સવાર અને મોડી રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને નળિયા, અમરેલી, ગાંધીનગર અને રાજકોટમાં નીચું તાપમાન નોંધાતાં શિયાળાની અસર વધુ અનુભવાઈ રહી છે. આગામી દિવસોમાં તાપમાનમાં કેવો ફેરફાર થાય છે તેના પર સૌની નજર રહેશે.

(10:28 AM IST)