News of Wednesday, 3rd June 2026
સુગમ ડિજિટલ પોર્ટલ: નાગરિકોને ઘરબેઠાં મળશે સરકારી સેવાઓ, કાગળરહિત અને પારદર્શક સુવિધાથી સમય અને ખર્ચની બચત
ઓનલાઈન નોંધણી, અરજી, દસ્તાવેજ અપલોડથી પ્રમાણપત્ર ડાઉનલોડ સુધીની તમામ પ્રક્રિયા એક જ પ્લેટફોર્મ પર, ડિજિટલ ગવર્નન્સને વેગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ લોકોને સરળતાથી અને ઝડપી રીતે ઉપલબ્ધ થાય તે માટે સુગમ ડિજિટલ પોર્ટલ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યું છે. https://sugamdigitalgujarat.com/ ના માધ્યમથી નાગરિકો વિવિધ સેવાઓ માટે ઘરે બેઠાં ઓનલાઈન અરજી, દસ્તાવેજ અપલોડ, અરજીની સ્થિતિ તપાસવા અને પ્રમાણપત્રો મેળવી શકે છે. પોર્ટલનો મુખ્ય હેતુ કાગળરહિત, પારદર્શક અને ઝડપી સેવા પ્રદાન કરવાનો છે.
પોર્ટલ પર ઓનલાઈન નોંધણી માટે મોબાઇલ નંબર અને જરૂરી વિગતો દાખલ કરવાની રહે છે. વિવિધ સરકારી યોજનાઓ, પ્રમાણપત્રો અને સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. આવશ્યક દસ્તાવેજો સ્કેન કરીને સીધા પોર્ટલ પર અપલોડ કરવાની સુવિધા છે. અરજી કર્યા બાદ તેની હાલની સ્થિતિ ઓનલાઈન જાણી શકાય છે અને મંજૂર થયેલા પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે. અરજીની પ્રક્રિયા દરમિયાન વિવિધ તબક્કે મોબાઇલ અને ઈ-મેઇલ દ્વારા સૂચનાઓ પણ મળે છે.
અરજી કરવા માટે સૌપ્રથમ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ ખોલી નવું રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. મોબાઇલ નંબર દાખલ કરી OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરી યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાના રહે છે. ત્યારબાદ લોગિન કરી જરૂરી સેવા પસંદ કરી વ્યક્તિગત વિગતો, સરનામું ભરી જરૂરી દસ્તાવેજો PDF ફોર્મેટમાં અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહે છે. સબમિશન પછી મળતા એપ્લિકેશન નંબરને સાચવી રાખી ટ્રેક એપ્લિકેશન વિકલ્પથી સ્ટેટસ ચેક કરી શકાય છે. અરજી મંજૂર થયા બાદ ડિજિટલ પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ શકે છે.
સુગમ ડિજિટલ પોર્ટલ થકી ઘરબેઠાં સેવા મેળવવાની સુવિધા મળે છે. સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂરિયાત ઘટવાથી સમય અને ખર્ચ બંનેમાં બચત થાય છે. ડિજિટલ પ્રમાણપત્રોની ઉપલબ્ધતા અને 24x7 ઓનલાઈન ઍક્સેસ મળવાથી નાગરિકો માટે આ પોર્ટલ સરળ પ્રક્રિયા પૂરી પાડતું અસરકારક ડિજિટલ માધ્યમ બની રહ્યું છે. ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપતા આવા પોર્ટલના ઉપયોગથી લોકો અનેક સેવાઓનો લાભ લઈ શકે છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
