News of Friday, 18th September 2026
સાયલાથી કારમાં પોણો લાખનો દારૂ ભરી આવેલો સુનિલ ઉર્ફે ભોલો રવિરત્ન પાર્કમાંથી ઝડપાયો
સાયલાના પુના ઉર્ફે મામાનું નામ ખુલ્યુ઼ઃ પીએસઆઇ એન. વી. ચાવડા, કિરીટભાઇ રામાવત, સંજયસિંહ, તરૂણભાઇની પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં કામગીરીઃ હેડકોન્સ. ઇમરાનભાઇ ચુડાસમાની બાતમી

રાજકોટ તા. ૧૮: સાધુ વાસવાણી રોડ પર ગુરૂજી નગર ક્વાર્ટરમાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો શખ્સ કારમાં પોણા લાખનો દારૂ ભરીને નીકળતાં રવિરત્ન પાર્કમાંથી તેને પકડી લેવાયો હતો. સાયલાના મામા નામના શખ્સ પાસેથી આ દારૂનો જથ્થો ભરી લાવ્યાનું તેણે રટણ કર્યુ હતું.
યુનિવર્સિટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ઇમરાનભાઇ ચુડાસમાની બાતમી પરથી રવિરત્ન પાર્ક મેઇન રોડ પર સોમેશ્વર મહાદેવ મંદિરવાળી શેરીમાં આરએમસીના બગીચા પાસેથી અર્ટીગા કાર જીજે૦૩એમઆર-૬૦૬૭માં દારૂનો જથ્થો ભરીને નીકળેલા સુનિલ ઉર્ફે ભોલો સંતોષભાઇ દુબે (ઉ.વ.૩૪-રહે. સાધુ વાસવાણી રોડ, ગુરૂજી નગર ક્વાર્ટર ગેઇટ નં. ૩૬, બ્લોક નં. ૬૩૩)ને પકડી લીધો હતો. પોલીસે કારમાંથી કુલ રૂા. ૭૬૭૫૨નો દારૂ કર્યો હતો. દારૂ તેમજ કાર મળી કુલ રૂા. ૪,૭૪,૨૫૨નો મુદ્દામાલ કબ્જે કરી કારચાલક સુનિલ ઉર્ફે ભોલાની ધરપકડ કરી હતી. તેની પુછતાછ થતાં પોતે આ દારૂ સાયલાના પુનો ઉર્ફે મામા રબારી પાસેથી લઇ આવ્યાનું કબુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં પીઆઇ કે. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. વી. ચાવડા, હેડકોન્સ. ઇમરાનભાઇ ચુડાસમા, કોન્સ. કિરીટભાઇ રામાવત, તરૂણભાઇ નીમાવત, સંજયસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
