<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

સુરતની કીર્તિ પટેલ અને પોલીસ કોન્‍સ્‍ટેબલ નયના બારૈયા વિરુદ્ધ ફરિયાદ

તળાજાના બોરડા ગામના પૂર્વ સરપંચ દ્વારા : વોટસએપ કોલ અને ઇન્‍સ્‍ટાગ્રામના માધ્‍યમથી ખંડણી અને બદનક્ષી કર્યાનો આરોપ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.,૧૩ : તળાજા તાલુકાના બોરડા ગામના પૂર્વ સરપંચ અને હાલના મહિલા સરપંચ કુંદનબેનના પતિ રાજુભાઇ રામભાઈ ભમ્‍મર ઉ.વ.૪૩  જેઓ સુરતના રેશ્‍મા રો હાઉસ ખાતે પણ રહે છે તેઓએ ગઈકાલ  રાત્રે પુણા પોલીસ મથકમાં સોસીયલ મીડિયા ના અલગ અલગ પ્‍લેટફોર્મ પર પોતાના વિવાદિત વિડિઓ મૂકીને જાણીતી બનેલ કીર્તિબેન રણછોડભાઈ અડાલજા  રે.સુરત તથા શિહોર ના દેવગાણા ગામના મૂળ વતની અને ભાવનગર જિલ્લાના વિવાદિત મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ નયનાબેન નાનજીભાઈ બારૈયા વિરુદ્ધ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં ગત.તા.૫/૬ થી ગઈકાલ તા.૧૧/૭ દરમિયાન ઈંફ્‌લૂએન્‍સર કીર્તિ પટેલ એ મો.નં.૯૫૧૨૧૫૫૭૫૫ પરથી વહોટશેપ પરથી કોલ આવેલ.કીર્તિ પટેલ બોલતી હોય તેમ જણાવેલ.તેની સાથે વાત કરતા ફરિયાદીના ભાઈ અને પત્‍ની વિશે ખોટા કથનો કરેલ.બાદ ઇન્‍સ્‍ટાગ્રામ આઈ.ડી કીર્તિ ની મોજ પર પત્‍ની ભાઈ વિશે ખરાબ શબ્‍દો બોલેલ હતા. આ બનાવના કારણમા ફરિયાદી રાજુ ભમ્‍મર એ નયના બારૈયા સાથેના ૨૧ મહિનાના લિવ રિલેશન નો અંત લાવતા તેઓના કહેવાથી ખોટા કથનો કરેલ છે. પોલીસે BNS ની કલમ ૨૯૬ (બી), ૩૫૧(૨),૩૫૬(૩) આઈ.ટી એકટ સેક્‍સન -૬૭ મુજબ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરેલ છે. 

(11:36 AM IST)