<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સુરેન્‍દ્રનગર બિલ્‍ડર એસોસિએશન દ્વારા નવી ટીપી જાહેર કરવા રજૂઆત

મહાનગરપાલિકા બનતા ૪૦% જમીન કપાતનો નિર્ણયના અમલીકરણ માટે ૫ વર્ષનો સમયગાળો કરવા માંગ

(ફજલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧: સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સુરેન્‍દ્રનગર શહેરમાં આવેલા બિલ્‍ડર એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી અને તમામ બિલ્‍ડરોને બોલાવી અને કમિશનર દ્વારા અલગ અલગ પ્રકારની શહેર ડેવલપમેન્‍ટ માટેના નકશાઓ અને પ્‍લાન મંગાવવામાં આવ્‍યા હતા અને શહેરનો વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી પરંતુ તે દરમિયાન સુરેન્‍દ્રનગર શહેરના બિલ્‍ડરો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી કે નવી જે ૧૭ જેટલી ટીપી મંજૂર કરવામાં આવી છે તેનો તાત્‍કાલિક પણે અમલગીરી કરાવવામાં આવે અને શહેરમાં ડેવલપમેન્‍ટ માટે મહાનગરપાલિકા પણ યોગદાન આપે તે અંગેની પણ માંગ કરવામાં આવી છે.

જે જૂની ટીપી શહેરમાં બે લાગુ છે તે ડેવલોપમેન્‍ટ માટે પણ વિચારણા કરવામાં આવે અને સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારોમાં જે મકાનો બને છે અને બિલ્‍ડરો દ્વારા જે બિલ્‍ડીંગો બનાવવામાં આવે છે તેમાં દુકાનો અને મકાનો ઉપર બેંકો ધિરાણ આપતી નથી અને સરકારી બેંકો લોન પણ નથી આપતી જેને લઈને દુકાન અને મકાનો ખરીદી કરતા લોકોને જ્‍યારે લોન કરાવ્‍યું હોય તો ખાનગી ફાઈનાન્‍સમાં જવું પડે છે જેને લઇને તેને ઓછું વ્‍યાજની ચુકવણી કરવી પડી રહી છે શહેરના લોકો ઇન્‍કમટેક્‍સ ન ભરતા હોવાના કારણે આ પ્રકારની પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે અને અનેક વિસ્‍તારોમાં ડેવલપમેન્‍ટ ન હોવાના કારણે બેંકો લોન નથી આપતી ત્‍યારે આ અંગે પણ કમિશનરને બિલ્‍ડરો દ્વારા રજૂઆત કરી અને બેંકોને સૂચના આપી અને તમામ સ્‍થળો ઉપર મકાનો અને દુકાન અંગેની લોન આપવાની માંગણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત સુરેન્‍દ્રનગર શહેરમાં ના તમામ કોમ્‍પલેક્ષમાં એક સરખો ટેક્‍સ લગાવવામાં આવે છે પ્રથમ માળ હોય કે બીજો માળ હોય તેનો સમાન ટેક્‍સ વસૂલાત કરવામાં આવે છે ત્‍યારે આ ટેક્‍સ બાબતે પણ ફેરફાર કરી અને પ્રથમ માળનો અલગ ટેક્‍સ બીજા માળ અને ઉપરના માળના ટેક્‍સમાં અને માળખામાં ફેરફાર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે જેને લઈને પ્રથમ માળે ખરીદી કરતા દુકાનદારો હોય અથવા તો કોઈ મિલકત ધારકો હોય તો તે ટેક્‍સ ચૂકવે તેટલો જ બીજા માળે હોય તો તેને પણ તેટલો ટેક્‍સ ચૂકવો પડે છે અને ત્રીજા માટે પણ મિલકત ખરીદી કરે તો તેનો ટેક્‍સ પણ સમજ ચૂકવવો પડે છે ત્‍યારે ટેક્‍સ કેડરમાં ફેરફાર કરવા માટે માંગ કરવામાં આવી છે.

સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકા બની છે ત્‍યારે શહેરના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે ત્‍યારે આ પાંચ ગામોમાં આવેલી જમીન એને થાય તો તેના ૪૦% જમીન કપાત કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે આ નિર્ણય તાત્‍કાલિક કોણે પરત ખેંચવામાં આવે અને લાગુ કરવા માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવે પાંચ વર્ષમાં શહેર ડેવલોપમેન્‍ટ થઈ જાય ત્‍યારબાદ શહેરના તમામ જે જમીનો એને થાય છે તેના ઉપર ૪૦ ટકા જમીન કપાત કરવામાં આવે પરંતુ હાલ પૂરતું પાંચ વર્ષ માટે આ નિર્ણય પણ મોકૂફ રાખવા અંગેની બિલ્‍ડર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે શહેરના વિકાસ માટે બિલ્‍ડર એસોસિએશનના સભ્‍યો દ્વારા પોતાના મંતવ્‍યો પણ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્‍યા છે.

 

(10:40 AM IST)