News of Tuesday, 5th May 2026
સુરેન્દ્રનગર પોલીસે આત્મહત્યાનો વિચાર કરી રહેલા પરિવારને અપાવ્યો ન્યાય..
છેલ્લા ૦૩ વર્ષથી ગીરવે પડેલા ૩૫ તોલા સોનાના દાગીના પરિવારને પરત અપાવી પોલીસવડાએ ઘરેણાં ગીરવે રાખનાર પર કાર્યવાહી કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૫: સુરેન્દ્રનગર એસપી ઓફિસમાં એવી ઘટના બની કે સ્ટાફ પણ હરખના આંસુડે રડી પડ્યો હતો.
સુરેન્દ્રનગર જેપી શેરીમાં પરિવાર વસવાટ કરે છે ત્યારે આ પરિવારને ૦૮ વર્ષ પહેલા રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ હતી તે દરમિયાન તેમના દ્વારા ઝાલાભાઇ મેપાભાઇ બામભા અને હિતેશભાઈ સતાભાઈ ખરગીયા પાસેથી ત્રણ લાખ રૂપિયા ઉછીના લીધા હતા સમયાંતરે તેમને વ્યાજ પણ પરિવારજનો દ્વારા ચુકવણી કરવામાં આવતું હતું ૦૩ લાખ રૂપિયા ઉછીના લેવામાં આવ્યા બાદ પીડિત પરિવાર જેનો દ્વારા બંને વ્યાજ માફિયાઓને ૧૮ લાખ રૂપિયા વ્યાજની રકમ ચૂકવણી કરી નાખવામાં આવી તે છતાં પણ વ્યાજખોરોની દાનત બગડતી ગઈ અને વધુને વધુ રૂપિયાની માંગણી વ્યાજ કોરો પીડીત પરિવાર પાસે કરવા લાગ્યા પરિણામે પીડિત પરિવારની મહિલા પાસે લગ્ન સમયે પિયરમાંથી તેમજ સાસરીયા પક્ષમાંથી આપવામાં આવેલું ૩૫ તોલા સોનું હતું તે પણ આ વ્યાજ માફીઆઓ દ્વારા પડાવી લેવામાં આવ્યું આઠ વર્ષના સમયગાળામાં ૧૮ લાખ રૂપિયા રોકડા અને ૩૫ તોલા સોનું પડાવી લેવામાં આવ્યા બાદ પણ વ્યાજ માફિયાઓને સંતોષ ન થતાં વધુ ૨૦ લાખ રૂપિયા આપવા માંગણી કરવામાં આવતી હતી આ પરિવાર એટલો કંટાળી ગયો કે પોતાના બે બાળકોને લઈ અને દંપતી આત્મહત્યા કરવા પહોંચી ગયું પરંતુ આ બાબતને જાણ સુરેન્દ્રનગર પોલીસવડાને થઈ હોવાના પગલે દંપતીને મળવા માટે એસપી ઓફિસે લઈ જવામાં આવ્યા અને તેમને બચાવી લેવામાં આવ્યા.
જે સમયે પરિવાર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પાસે પહોંચ્યો ત્યારે દંપતિ રજૂઆત કરવાના સ્થાને રડવા લાગ્યા અને કહ્યું કે હવે અમારી પાસે આત્મહત્યા કરવા સિવાય કાંઈ બચ્યું નથી.
સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા વ્યાજખોર ઝાલાભાઇ મેપાભાઇ બાંભા અને હિતેશ ખરગીયાની અટકાયત કરવામાં આવી અને છ કલાકમાં તેમને પોલીસ સ્ટેશનથી એસપી ઓફિસ એ લઈ જવામાં આવ્યા અને ત્યાં પોલીસ વડા દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ સમગ્ર ઘટના મુદ્દે પીડિત પરિવારોનું જે વ્યાજખોરો દ્વારા સોનું પડાવી લેવામાં આવ્યું હતું તે ૩૫ તોલા સોનું રિકવર કરવામાં આવ્યું અને ૫૨ લાખનું સોનું પરત અપાવવામાં આવ્યું અને પીડિત પરિવારને સોનુ પરત અપાવવામાં આવ્યું. ત્યારે જે કામ છેલ્લા ૦૮ વર્ષમાં ન થયું તે માત્ર પોલીસે ૦૬ કલાકમાં કરી બતાવ્યું.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીડિત પરિવાર આત્મહત્યા કરવા જતો હતો તે દરમિયાન એક સપ્તાહમાં થાનગઢ સુરેન્દ્રનગર ધાંગધ્રામાં પણ વ્યાજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કડક પગલાં ભરવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ કોઈ પીડિત પરિવાર હોય તો પોલીસ સ્ટાફનો સંપર્ક કરે જેથી વ્યાજખોરો સામે કાર્યવાહી કરી શકાય.
પૂજાબેનને સુરેન્દ્રનગર પોલીસ વડાના ઓરણા લઈ અને તમે મારા ભાઈ છો અને મારું બીજી વખત તમે મામેરુ ભર્યું છે ત્યારે હર હંમેશનું રક્ષાબંધનમાં તમે ગમે ત્યાં હસો હું તમારી પાસે આવીશ અને હું તમને રાખડી બાંધીશ અને બેન તરીકેની ફરજ નિભાવી જિલ્લા પોલીસ વડા તરીકે તમે મારા ભાઈ તરીકેની ફરજ નિભાવી છે તો હું આખી જિંદગી તમારી ઋણી છું અને બેન તરીકેની ફરજ આખી જિંદગી નિભાવી તેમ કહી અને પીડિત પૂજાબેન રડવા લાગ્યા ત્યારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ખુદ ઉભા થઈ અને તેમને સાંત્વના પાઠવી અને એસપી ઓફિસમાં પણ સમગ્ર ઘટના મુદ્દે હર્ષ ઉલ્લાસની લાગણી સાથેના આંસુ સરી પડ્યા અને આ જોઈ અને સ્ટાફ અને પોલીસ અધિકારીઓ પણ ભાવુક બની ગયા.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
