News of Sunday, 27th September 2026
સુરેન્દ્રનગર પોલીસે, પોન્ઝી સ્કીમના નામે પડાલેવા 3.49 કરોડના વાહન જપ્ત કર્યાં
સોલાર પ્લાન્ટ માટે ભાડેથી વાહનો મુકવાની લાલચ આપી 4 શખ્શોની ટોળકીએ રાજ્યવ્યાપી કૌભાંડ આચર્યુ:પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાંથી 51 વાહન છેતરપીંડીથી મેળવી અને ગીરવે મૂકી કરોડોની છેતરપિંડી કરાઈ

સુરેન્દ્રનગર પોલીસે, પોન્ઝી સ્કીમના નામે પડાલેવા 3.49 કરોડના વાહન જપ્ત કર્યાં છે. સોલાર પ્લાન્ટ માટે ભાડેથી વાહનો મુકવાની લાલચ આપી 4 ઇસમોની ટોળકીએ રાજ્યવ્યાપી કૌભાંડ આચર્યુ હતું. પંચમહાલ, દાહોદ સહિતના જિલ્લાઓમાંથી 51 વાહન છેતરપીંડીથી મેળવી અને ગીરવે મૂકી કરોડોની છેતરપિંડી કરાઈ હોવાનો ધડાકો પોલીસે કર્યો છે. 38 ટ્રેકટર, 3 JCB મશીન, ડમ્પર અને કાર સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મૂળી પોલીસ મથક વાહન મુકવા નાનું પડ્યું છે. અરજણ જોગરાણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
