News of Friday, 29th May 2026
કોટડાસાંગાણીના વાદીપરામાં પરિણીતાને આંખ મારી સુરેશે કરી બિભત્સ માંગણી
ઠપકો આપનારા પરિણીતાના પતિ, દિયરને માર મારી ધમકી દીધીઃ આ બંને વિરૂધ્ધ પણ સુરેશની પોતાને મારકુટ થયાની વળતી ફરિયાદ

રાજકોટ તા. ૨૯: કોટડાસાંગાણીમાં એક પરિણીતા ઘર પાસે હતી ત્યારે એક શખ્સ બાઇક લઇને નીકળતાં આ પરિણીતા નજીક પોતાનું બાઇક ઉભુ રાખી આંખ મારી બિભત્સ માંગતી કરતાં એ વખતે પરિણીતાના દિયર અને પતિ આવી જતાં તેને ઠપકો દેતાં આ શખ્સે ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. સામા પક્ષે પણ બે ભાઇઓને લોખંડના પાઇપથી મારકુટ થયાની ફરિયાદ દાખલ થઇ હતી.
આ બનાવ અંગે કોટડાસાંગાણીમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સુરેશ તળશી માયાણી નામના શખ્સનું નામ આપતાં કોટડાસાંગાણી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે તેણીને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. તેમના પતિ ગેરેજમાં કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ તેણી અને તેના બાળકો ઘરે હતા અને તેણીના પતિ મોટા દડવા ગામે કામ ધંધે ગયેલ હતા સાસુ તથા સસરા વાડીએ રહે છે. તેણી ઘર પાસે બજારમાં ઉભેલ હતી ત્યારે ગામમાં જ રહેતો સુરેશ માયાણી બાઈક લઈને નીકળેલ અને તેણી ઉભેલ હોઇ ત્યાં બાઈક ઉભુ રાખી સામે ઘડીએ-ઘડીએ આંખો મારી બીભત્સ માંગણી કરી હતી.
જેથી તેણીએ આરોપીને તારા ઘરે મા-બહેન નથી? તેમ કહી જતાં રહેવાનું કહેલ પણ તે ત્યાંથી ગયેલ નહીં, તેણી બોલાચાલી કરતી હતી. ત્યાં તેણીના દિયર આવી જતા તેને પણ આરોપીને ત્યાંથી જંતુ રહેવાનું કહેતા તે ગયેલ ન હોઇ જેથી દિયરે તેણીના પતિને ફોન કરીને બનાવની વાત કરતા આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને દિયરને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. દરમિયાન ફરીયાદીના પતિ આવી જતાં આરોપીને બે ત્રણ ફડાકા મારી દિધેલ હતાં. આ પછી૧૦૮ આવી જતાં આરોપીને એમ્બ્યુલન્સમાં લઈ ગયેલ અને ફરીયાદી ૧૧૨ જનરક્ષકમાં પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે કોટડાસાંગાણીમાં જ રહેતાં સુરેશભાઈ તળશીભાઈ માયાણી (ઉ.વ.૩૩)એ નોંધાવેલ ફરીયાદમાં બે શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે જમીનમાં શેઢા બાબતે તકરાર હોઇ તેણે જમીનમાં થાંભલાનુ બટકુ જયાં પડેલ હોય તે લેતાં બંને ભાઇઓએ થાંભલાનું બટકુ પાછુ મુકી દે કહી ઝઘડો કર્યો હતો. બાદમાં પોતે ગામમાં ફાકી લેવા જતાં બંને આરોપી ભાઇઓએ ખાર રાખી પાઇપથી હુમલો કરી માર માર્યો હતો અને ખૂનની ધમકી દીધી હતી. બંને બનાવમાં કોટડા સાંગાણી પોલીસ મથકના હેડકોન્સ. દિલીપભાઇ ખાચરે ગુનો નોંધ્યો હતો.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
