<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જામનગરના જોલીબંગલા પાસે કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી શંકાસ્પદ પાન મસાલા મસાલા અને સિગારેટના જથ્થા 4 શખ્શો ઝડપાયા :15 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત : જુઓ વિડીયો

રાજકોટ રેન્જ ટીમને મોટી સફળતા :મુદામાલ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની કાયદેસરની કાર્યવાહી ધરી

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર જિલ્લાના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોલીબંગલા પાસે આવેલી કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ચોરાઉ / શંકાસ્પદ પાન મસાલા તમાકુ અને સિગારેટના જથ્થા સાથે કુલ ૪ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી શકપડતી મિલ્કતનો કુલ રૂ.૧૫,૪૧,૪૦૦/- નો મુદ્દામાલ રાજકોટ રેન્જ ટીમ દ્વારા કબ્જે કરાયો છે 

   નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ભારતીય બનાવટના બિલ કે આધાર પુરાવા વગરના પાનમસાલા તંબાકુ અને સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવી અને તેનુ વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃતિ શોધી કાઢવા તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સબ.ઇન્સ. પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, એસ.પી.ગોહિલ,એ.વાય.ઉધાસ તથા સ્ટાફ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા શોધી કાઢવા હ્યુમનસોર્સથી માહિતી મેળવી તેનો જરૂરી અભ્યાસ કરી રહેલ હતા.

દરમ્યાન પો.સબ.ઇન્સ.એસ.પી.ગોહિલ, .વાય.ઉધાસ તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, પરેશભાઇ સાંજવા તથા ડ્રા.ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓએ મળેલ ચોકકસ હકીકત આધારે જામનગર જિલ્લાના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોલીબંગલા પાસે આવેલી કેશવ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ચોરાઉ / શંકાસ્પદ પાન મસાલા અને સિગારેટના જથ્થા સાથે કુલ ૪ ઇસમો મળી આવેલ જેમાં (૧) આમદ ગનીભાઇ મેમણ રહે.બીબોડી ફળી, લીંડીબજાર, જામનગર નાઓની પાસેથી સિગ્નેચર પાન મસાલા પેકેટ નંગ-૧૦૭૦ કી.રૂ.૨,૧૪,૦૦૦/- ફોર સ્ક્વેર સિગારેટ પેકેટ નંગ-૧૧૮ કી.રૂ.૨,૧૨,૪૦૦/-બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૬૦ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૧૫ કિ.રૂ.૫૧,૦૦૦/- (૨) કાદર ગનીભાઇ ફુલવાડી રહે.બીબોડી ફળી, લીંડીબજાર, જામનગર નાઓની પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૨૦ કિ.રૂ.૪૮,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૪૦ કિ.રૂ.૧,૩૬,૦૦૦/- વિમલ પાન મસાલા પાઉચ નાના-૧૪૫૬ કી.રૂ.૧,૪૫,૬૦૦/-વિમલ પાન મસાલા પાઉચ મોટા-૨૪૦ કી.રૂ.૩૬,૦૦૦/- (૩) મુકેશ પ્રભુલાલ જેસાણી રહે.મયુરગ્રીન શેરી નં.૪, જામનગર નાઓની પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૮૦ કિ.રૂ.૧,૯૨,૦૦૦/- બાગબાન ૧૩૮ તમાકુના ટીનના ડબ્બા નંગ-૬૦ કિ.રૂ.૨,૦૪,૦૦૦/- (૪) દિપક રમણીકભાઇ સોનછાત્રા રહે.પટેલકોલોની, રોયલ હાઇટ્સ બ્લોક નં.૩૦૨, જામનગર નાઓની પાસેથી બાગબાન ૧૩૮ તમાકુ પાઉચ નંગ-૪૦ કિ.રૂ.૯૬,૦૦૦/- વિમલ પાન મસાલા પાઉચ નાના-૬૨૪ કી.રૂ.૬૨,૪૦૦/- ની શંકાસ્પદ

વસ્તુઓ મળી આવતા તેઓની પાસે આધાર પુરાવા કે બીલ હોય તો રજુ કરવાનુ કહેતા કોળ સંતોષકારક ખુલાસો નહીં કરતા ઉપરોકત જુદી જુદી બ્રાંડના પાનમસાલા તમાકુ અને સિગરેટનો જથ્થો મળી કુલ કિ.રૂ.૧૫,૪૧,૪૦૦/- નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબજે કરી જામનગર જિલ્લાના સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(10:54 PM IST)